પોરબંદરના બે યુવકો બાઈક લઈને ઘરે પરત આવી રહ્યા હતા પણ રસ્તામાં થયું એવું કે… – GujjuKhabri

પોરબંદરના બે યુવકો બાઈક લઈને ઘરે પરત આવી રહ્યા હતા પણ રસ્તામાં થયું એવું કે…

હાલમાં મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દરેક વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ પણ વરસી રહ્યો છે, વધારે વરસાદના કારણે ઘણા અવનવા બનાવો પણ બનતા હોય છે, હાલમાં એક તેવો જ બનાવ સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પોરબંદર જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદ પડ્યો હતો એટલે રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો પાણીમાં તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી.

આ બંને યુવાનો મીણાસર નદી પરના કોઝવે પરથી પાણીમાં તણાઈ ગયા હતા, આ ઘટના વિષે વધારે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ બંને યુવાનો બાઇક લઇને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા અને અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો

તો બાઇક સાથે બંને યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક લોકોને થઇ તો તરત જ લોકોએ ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ કરવાની શરૂ કરી હતી.

આ બનાવ અંગે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો મીણાસર નદી પરના કોઝ વે પરથી જઈ રહ્યા હતા અને અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા બંને યુવાનો બાઇક સાથે તણાઇ ગયા હતા. આ ઘટના બન્યા બાદ બંને યુવકોના પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

આ બંને યુવકોએ વહેતા પાણીમાં પોતાના જીવ ગુમાવી દીધો હતો, આ ઘટના બન્યા બાદ ત્યાંના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા અને આ ઘટનાના સમાચાર યુવાનોના પરિવારને મળ્યા તો આખા પરિવારમાં જાણે દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો.