|

પોરબંદરના દુકાનદારે ખોવાયેલો ૧ લાખ ૪૦ હજારનો ફોન તેના અસલી માલિકને પહોંચાડી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું…

મિત્રો આજના સ્વાર્થી જમાનામાં પણ એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી થયા કે આજના જમાનામાં પણ ઈમાનદાર લોકો છે. આજે પૈસા અને સંપત્તિ માટે ભાઈ ભાઈનો વેરી બની જાય છે. પણ આ પોરબંદરના દુકાનદારે જે ઈમાનદારી બતાવી તેથી તેની દરેક જગ્યાએ પ્રશંશા થઇ રહી છે.સુનિલ ભાઈ એમાં મૂળ પોરબંદરના છે પણ હાલ ધંધા રોજગાર અર્થે ઓમાનમાં સ્થાઈ થયા છે.તે હાલ રજાઓ ગાળવા માટે પોતાના વતન પોરબંદર આવ્યા હતા. તે પોતાના પરિવાર સાથે બાઈક પાર કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા.

એવામાં તેમના ખિસ્સામાંથી તેમનો ૧ લાખ ૪૦ હજારનો ફોન પડી ગયો હતો. જયારે તેમેં ખબર પડી તો તે ખુબજ ચિંતામાં આવી ગયા હતા. તેમને તરત જ પોલીસને આ વાતની જાણ કરી હતી.તો પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેની પહેલા જ એક દુકાનદારની નજર તે ફોન પર પડી હતી અને તેમને જેવી ખબર પડી કે આ ફોન ખુબજ મોંઘો છે તો તેમને ઈમાનદારી દાખવીને પોલીસને સામેથી આ વાતની જાણ કરી હતી.

અને પછી કંટ્રોલ રૂમ પર જઈને સામેથી પોલીસને તે ફોન સોંપ્યો હતો. પોલીસે દુકાનદારની ઇમાનદારી બદલ ખુબજ પ્રશંશા કરી હતી.પોલીસની ટીમે જયારે સુનિલ ભાઈને વાતની જાણ કરી કે તેમનો ફોન મળી ગયો છે.તો તે ખુબજ ખુશ થઇ ગયાં હતાં અને પછી પોલીસે તેમને તેમનો ફોન સોંપ્યો હતો. દુકાનદારની આ ઈમાનદારી આજે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના પરથી લાગે કે આજે પણ લોકોમાં ઈમાનદારી જીવિત છે.

Similar Posts