પોપટ ભાઈની થઇ સગાઇ જાણો કોણ તે એ નસીબદાર યુવતી, કે જે સાત જનમ પોપટ ભાઈનો સાથ નિભાવશે… – GujjuKhabri

પોપટ ભાઈની થઇ સગાઇ જાણો કોણ તે એ નસીબદાર યુવતી, કે જે સાત જનમ પોપટ ભાઈનો સાથ નિભાવશે…

લોકોનું જીવન સુધારનાર તથા સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર પોપટ ભાઈ આહીર વિષે દરેક લોકો જાણતા જ હશે.ગરીબ તથા નિરાધાર લોકોની મદદ કરીને પોપટભાઈ ગુજરાતમાં સારું નામ કમાયા છે.

હાલ તેમને લઈને એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.હાલ પોપટભાઈ આહીરની સગાઈ કરી દેવામાં આવી છે જેનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

જે તસ્વીરોમાં જોઈ શકાય છે કે તેમના ભાવિ પત્ની સાથે પોપટભાઈ ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે.જે તસ્વીરો વાયરલ થતા તેમના ચાહકોએ મોટી સંખ્યામાં પોપટભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.જયારે અમુક લોકોએ પોપટભાઈના સારા જીવન માટે આશીર્વાદ પણ આપ્યા હતા.

દુનિયા અનેક પ્રકારના માણસો જોવા મળે છે જેમાં અમુક લોકો જોડે અજબોની સંપત્તિ હોવા છતાં ગરીબોને મદદ કરતા નથી.ત્યારે અમુક લોકો એવા પણ હોય છે ભલે તેમની જોડે કરોડો રૂપિયાની સંપત્તિ ન હોય પરંતુ તે બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધતા હોય છે.

અત્યારે ખજૂરભાઈ અને પોપટભાઈના નામ દરેક લોકોના મોઢે સાંભરવા મળતા હોય છે.ઘણા ઓછા લોકો પોપટભાઈ વિષે જાણે છે જે પોપટભાઈ ફાઉન્ડેશન ચલાવે છે.જે અનેક ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને તેમની સેવા કરતા હોય છે.

પોપટભાઈ એ અત્યાર સુધીમાં અનેક લોકો આશરો આપ્યો છે જેના કારણે તે ખુબજ ચર્ચામાં રહ્યા છે.શહેરમાં રસ્તે રજળતા અને રખડતા નિરાધાર લોકોને આશરો આપી તેમનું જીવન પોપટ ભાઈ બદલી નાખતા હોય છે.