પેટલાદ ST ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરની ઉંમર થઇ જતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઘોડેસવારી કરાવીને વિદાય આપી તો કર્મચારીઓનો પ્રેમ જોઈને ડ્રાઈવર પણ ભાવુક થઇ ગયા. – GujjuKhabri

પેટલાદ ST ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરની ઉંમર થઇ જતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઘોડેસવારી કરાવીને વિદાય આપી તો કર્મચારીઓનો પ્રેમ જોઈને ડ્રાઈવર પણ ભાવુક થઇ ગયા.

આપણે મિત્રો ઘણા વિદાય સમારંભના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, હાલમાં એક તેવો જ વિદાય સમારંભનો કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો હતો, નડિયાદમાં ડિવિઝનના પેટલાદ એસ. ટી. ડેપોમાં આ ડ્રાઈવર છેલ્લા ૨૮ વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા, આ ડ્રાઈવર ઘણાં સમયથી પેટલાદ ડેપોમાં તેમની સેવાઓ આપી રહ્યા હતા.

આ ડ્રાઈવર પેટલાદના રહેવાસી હતા, આ ડ્રાઈવરનું નામ આશિકઅલી આઈ. સૈયદ હતું, આશિકઅલીની હાલમાં નિવૃત થવાની ઉંમર થઇ ગઈ હતી એટલે આશિકઅલી માટે વિદાય સંભારભનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, આશિકઅલી માટે તેમની સાથે કામ કરતા કર્મચારીઓએ ભવ્ય અને અનોખો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજ્યો હતો.

આશિકઅલીના વિદાય સમારંભના કાર્યક્રમમાં તેમના શુભેચ્છક મિત્રોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઘોડેસવારી કરીને ધામધૂમથી વિદાય આપી હતી, આશિકઅલીને ડેપોથી પોતાના ઘર સુધી વાજતેગાજતે ઢોલ નગારા સાથે પહોંચાડ્યા હતા. આ વિદાય સંભારભનો કાર્યક્રમમાં તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓ જોઈને આશિકઅલી પણ ભાવુક થઇ ગયા હતા.

આશિકઅલી પેટલાદ-ધોળકા, પેટલાદ-અમદાવાદ અને પેટલાદ-કપડવંજ જેવા લાંબા રૂટમાં તેમની ફરજ બજાવતા હતા, આશિકઅલીએ મુસાફરોમાં પણ આગવી ઓળખ જમાવી હતી. તેથી આશિકઅલીના વિદાય સંભારભના કાર્યક્રમમાં પેટલાદના ડેપો મેનેજર આર. એસ. શ્રીમાળી અને એ. ટી. આઈ. બી. આર. ડાભીએ તેઓની ફરજને બિરદાવીને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.