પેટલાદની આ દીકરીને NRI યુવકના ખોવાઈ ગયેલા ૨૫ લાખ રૂપિયા મળતા, દીકરીએ જે કર્યું તેનાથી આખું ગુજરાત આજે તેની પ્રશંશા કરી રહ્યું છે…. – GujjuKhabri

પેટલાદની આ દીકરીને NRI યુવકના ખોવાઈ ગયેલા ૨૫ લાખ રૂપિયા મળતા, દીકરીએ જે કર્યું તેનાથી આખું ગુજરાત આજે તેની પ્રશંશા કરી રહ્યું છે….

આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા ખુબજ મુશ્કિલ બની ગયું છે. પણ અમુકવાર એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેનાથી એવી થયા કે આજે પણ લોકોમાં ઈમાનદારી જીવિત છે. આવી જ એક ઘટના પેટલાદની સામે આવી છે.

જ્યાં એક દીકરીએ પોતાની ઈમાનદારી બતાવીને લોકોને વિચારતા કરી દીધા. પેટલાદમાં ફિરોજભાઈ ગેરેજ ચલાવે છે. તેમની દીકરી હુમા ગઈકાલે પાણીપુરી ખાવા માટે નીકળી હતી.જ્યાં હુમાની અચાનક નજર રોડ પર પડેલા પર્સ પર પડતા તે પર્સ લઈને ઘરે આવી ગઈ હતી અને આખી વાત પોતાના પરિવારને જણાવી હતી.

તો પરિવારના લોકોએ પર્સની અંદર જોયું તો આશરે ૩૦ હજાર અમેરિકી ડોલર હતા. જેની ભારતમાં કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા જેટલી થતી હતી. પર્સની તાપસ કરતા આ પૈસા જતીન ભાઈના હોવાનું જાણવા મળ્યું.

પણ પર્સમાં એવી કોઈ જાણકારી નહતી કે જેનાથી જતીન ભાઈને સંપર્ક થઇ શકે. તો પરિવારના લોકોએ ઈમાનદારી દાખવી અને તે પૈસા મૂળ માલિકને પહોંચાડવાનું નક્કી કર્યું. ૨ કલાકની ભારે જહેમત બાદ સોશિયલ મીડિયા દ્વારા જતીન ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમનો સંપર્ક થતા તેમને પોતાના પૈસા પાછા આપવામાં આવ્યા

પોતાના ૨૫ લાખ રૂપિયા પરત મળી જતા જતીન ભાઈના મનમાં હાશકારો થયો હતો. તેમને દીકરીની ઈમાનદારીની ખુબજ પ્રશન્શા કરી હતી એને આજે સોશિયલ મીડિયા પર પણ હુમાની ખુબજ પ્રશંશા કરી હતી કારણે કે ૨૫ લાખ રૂપિયા જોઈને ભલભલાની દાનત બગડી જતી હોય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.