પુત્ર કેબિનેટ મંત્રી છે, છતાં તેમના માતા-પિતા આજે પણ મજૂરી કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે.
આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે મજૂરી કામ કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે, તેવામાં ઘણા એવા લોકો છે જે તેમનું નાનું મોટું કામ કરીને તે જ કામથી તેમનો મોટો ધંધો ઉભો કર્યો હોય. પણ તે કામ તેઓ ચાલુ જ રાખતા હોય છે, હાલમાં એક કેબિનેટ મંત્રીના માતા-પિતા જેઓ આજે પણ ખેત મજૂરી કરીને તેઓનું ગુજરાન ચલાવે છે.
હાલમાં થોડા દિવસો પહેલા સરકારની એક બેઠક યોજાઈ હતી અને જેમાં તમિલનાડુના અધ્યક્ષ એલ મુરુગન બન્યા છે, અને તેમને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું મૂળ ગામ તમિલનાડુનું નમક્કલ જિલ્લાનું કુન્નુર ગામ છે,
તેવામાં તેમના માતા-પિતાની જીવનશૈલી હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ચુકી છે. જેમાં પુત્ર રાજ્યમંત્રી બન્યા અને તેમના માતા-પિતા આજે પણ ખેત મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ માતા-પિતાને તેમના દીકરાના મંત્રી બન્યાની ખુશી અને ગર્વ પણ છે.
તેઓ એવું પણ ઈચ્છે છે કે તેમનાથી જ્યાં સુધી મહેનત થાય ત્યાં સુધી તેઓ તેમની જાતે જ મહેનત કરીને તેમનું ગુજરાન ચલાવશે. એલ મુરુગનના પિતાને જમીન નથી અને તેથી તેઓ તેમના ગામના બીજા લોકોના ખેતરમાં મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે.
એલ મુરગનના માતા-પિતાનું એવું કહેવું છે કે તેમનો દીકરો ભણવામાં ખુબ જ હોશિયાર હતો અને તેને ભણાવવા માટે પિતાએ મિત્રો પાસેથી પૈસા લઈને તેમેને ભણાવ્યા હતા. આગળ જઈને તેઓએ રાજકારણમાં જોડાયા
અને તેથી તે ચેન્નાઇમાં રહેવા લાગ્યા એક વખતે તેમના માતા-પિતા તેમની સાથે રહેવા ગયા પણ ત્યાં તેમને ફાવ્યું નઈ જેથી તેઓ બંને પાછા તેમના ગામે આવી ગયા અને તેમની જિંદગી જીવવા લાગ્યા હતા.