પિતા પાસે દીકરાની સ્કૂલ ફી ભરવા માટે પૈસા નહતા તો પિતાએ જે પગલું ભર્યું તે જાણીને આખું ગામ હચમચી ગયું…
આજે પૈસા બધા જ લોકોના જીવનમાં પહેલા નંબરે છે અને આ પૈસા ના હોય તો લોકોને તેમનું જીવન જીવવું ઘણું મુશ્કેલ પડી જતું હોય છે. પૈસાને લીધે કેટલાય લોકોની હત્યા પણ થઇ જતી હોય છે અને તેને લીધે કેટલાક લોકોને તેમનું જીવન પણ ટૂંકાવી દેવું પડતું હોય છે.
આજે આપણે એક એવા જ હત્યાના કિસ્સા વિષે જાણીએ જેની વિષે જાણતા જ તમે પણ ચોકી જશો.આ કિસ્સો કચ્છના મુન્દ્રામાં બન્યો હતો અહીંયા ૨૬ એપ્રિલે મુન્દ્રા તાલુકાના વડાલા ગામે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.
આ વ્યક્તિ મુંબઈના મુલુંડમાં રહેતા ૬૦ વર્ષના મનુભાઈની કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી દીધી હતી. આ ઘટના બન્યા પછી મૃતકના સાઢુ મુકેશભાઈએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી હતી.
આ મૃતકે પોણા ત્રણ લાખ રૂપિયાના સોનાના ઘરેણાં પહેર્યા હતા અને તેના મૃત્યુ પછી એ પણ નહતા. આ ઘટના બન્યા પછી પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી અને અચાનક આ સોનાના ઘરેણાં મુન્દ્રાની ફેડ બેંકમાં ગીરવે મૂકીને લોન લેવામાં આવી છે આવી જાણ થતા જ પોલીસે બેન્ક પાસે માહિતી લેવા માટે પહોંચી ગઈ હતી.
આ તપાસમાં જે વ્યક્તિએ લોન લીધી હતી તેનું નામ વાલા નાગીશ નામના વ્યક્તિને પોલીસે પૂછપરછ કરી હતી. તો નાગિશે આ ચોરી કરી હોવાની કબુલી હતી અને કહ્યું હતું કે તેને આ પૈસા તેના દીકરાની ફી ભરવા માટે જરુર હતી. જેથી મનુભાઈએ સોનાની ચેન પહેરી હોવાથી તેઓએ મનમાં વિચારી લીધું અને તેમની હત્યા કરી લીધી હતી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.