પિતા અને પુત્ર બાઈક લઈને દીકરીને મળવા તેની સાસરીમાં જતા હતા પણ રસ્તામાં થયું એવું કે દીકરાની સામે જ પિતા દુનિયાને અલવિદા કહી ગયા તો પરિવારમાં માતમ છવાઈ ગયો. – GujjuKhabri

પિતા અને પુત્ર બાઈક લઈને દીકરીને મળવા તેની સાસરીમાં જતા હતા પણ રસ્તામાં થયું એવું કે દીકરાની સામે જ પિતા દુનિયાને અલવિદા કહી ગયા તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

રોજબરોજ માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ રાજકોટના મોરબી રોડ પર સર્જાયો હતો, આ માર્ગ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે હડાળાના પાટીયા પાસે ઝડપથી આવતી કારની ટક્કર બાઇક સાથે થઇ ગઈ.

તો ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયું અને દીકરાની સામે જ વૃધ્ધ પિતાનું મૃત્યુ થઇ ગયું તો પરિવારના લોકો જોરજોરથી રડી પડ્યા, આ અકસ્માતની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ખંભાળીયાના હરાણા ગામમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિ તેમના દીકરા સાથે સવારના સમયે હરાણા ગામેથી બાઇક પર બેસીને તેમની દીકરીને સાસરિયામાં મળવા માટે જઈ રહ્યા હતા.

દીકરીને મળે તેની પહેલા જ રસ્તામાં અચાનક જ અકસ્માત સર્જાઈ જતા પિતાનું મૃત્યુ થઇ ગયું તો આખા પંથકમાં માતમ છવાઈ ગયો. હારૂનભાઇ જુસબભાઇ મોલર તેમના દીકરાની બાઈક પાછળ બેસી હડાળામાં રહેતી તેમની પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા અને અચાનક જ મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે કારની ટક્કર બાઈક સાથે થઇ ગઈ તો અકસ્માત સર્જાઈ ગયું.

આ અકસ્માતમાં હારૂનભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું અને હારૂનભાઇના દીકરાને પગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે સારવાર માટે તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ અકસ્માતની જાણ પોલીસને ટિમને થઇ તો તરત જ પોલીસની ટિમ ઘટના સ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.