પિતાને ખબર નહતી કે તેમની પાછળ તેમનો ચાર વર્ષનો દીકરો ખેતરમાં તેમની સાથે આવી રહ્યો છે એ સમયે બન્યો એવો બનાવ કે દીકરાનું મૃત્યુ થઇ ગયું તો આજે તેના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. – GujjuKhabri

પિતાને ખબર નહતી કે તેમની પાછળ તેમનો ચાર વર્ષનો દીકરો ખેતરમાં તેમની સાથે આવી રહ્યો છે એ સમયે બન્યો એવો બનાવ કે દીકરાનું મૃત્યુ થઇ ગયું તો આજે તેના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે.

રોજે રોજ ઘણા એવા દુઃખદ બનાવો બનતા જ રહે છે અને આ બનાવ બન્યા પછી પરિવારોમાં શોકના વાદળો છવાઈ જતા હોય છે. હાલમાં એવી જ રીતે એક ચાર વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું છે અને તે બનાવ વિષે જાણીને તમને પણ દુઃખ લાગશે.

આ કિસ્સો રાજસ્થાનના બુંદીનો છે અહીંયા એક બાળક તેના પિતા સાથે ખેતરમાં જતો હતો એ સમયે આ બનાવ બન્યો હતો.શ્યામપુર એમપીના રહેવાસી સોનુ મોગિયા બુંદી જિલ્લાના બડુડા ગામમાં મજૂરી કામ કરે છે અને તેઓ ખેતરમાં કામ કરવા જતા હતા એવામાં તેમની પાછળ પાછળ તેમનો ચાર વર્ષનો દીકરો જતો હતો,

જેની વિષે પિતાને કઈ જ ખબર નહતી. એવામાં આ દીકરો કેનાલ પાસે રોડ પરથી પસાર થઇ રહ્યો હતો અને ત્યારે જ પગ લપસતાં તે પાણીમાં પડી ગયો હતો.જે સમયે સોનુને તેની પત્નીએ કહ્યું એ સમયે પિતાએ જઈને કેનાલ પાસે જોયું તો તેમના દીકરાના ચંપલ ત્યાં હતા અને દીકરાને શોધવાનું કામ ચાલુ કર્યું હતું.

દીકરાને શોધવા માટે પોલીસને જાણ કરી અને પોલીસે પણ આવીને તપાસ ચાલુ કરી હતી. આ દીકરાના ડૂબવાની જાણ પછી રાહત ટીમે દીકરાને શોધવાનું કામ ચાલુ કર્યું હતું.

સતત ૧૬ કલાકની શોધ પછી અડધા કિલોમીટર દૂર આ બાળક પાણીમાં તણાઈ ગયો હતો અને ડૂબી ગયો હતો. જે સમયે પરિવારના લોકોએ આ દીકરાનું મૃત્યુ થઇ ગયેલું જોયું તો બધા જ લોકો રડવા લાગ્યા હતા. આખા પરિવાર સાથે ગામના લોકોમાં પણ શોક છવાઈ ગયો હતો.