પિતાની વાતનું માઠું લાગતા દીકરાએ ઉઠાવ્યું એવું કદમ કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને રડી રહ્યો છે.
રોજબરોજ અવનવા ઘણા કિસ્સાઓ બનતા જોવા મળતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પિતાએ ઠપકો આપ્યો તો દીકરાને તે વાતનું માઠું લાગ્યું તો દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ પરિવાર કાપોદ્રાનો રહેવાસી હતો, આ દીકરો બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
આ વિધાર્થીને તેના પિતાએ ઠપકો આપ્યો તો વિધાર્થીએ નાના વરાછા કલાકુંજ પાસેના રિવર બ્રિજ પરથી ઝંપલાવીને મોતને વ્હાલું કરતું હતું, આ દીકરો ૨૧ મે ના રોજ ઘરેથી નીકળી ગયો અને ત્યારબાદ બ્રિજ પરથી ઝંપલાવ્યું તો આ વિદ્યાર્થીનો મૃતદેહ સોમવારના રોજ બ્રિજ પાસેથી મળી આવ્યો હતો.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અમરેલીના મોટાલીલીયા તાલુકાના સેઢાવદર ગામના રહેવાસી હતા, હાલમાં આ પરિવાર કાપોદ્રામાં આવેલી ભગવતીકૃપા સોસાયટીમાં રહેતો હતો,
આ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરતા હતા, હસમુખભાઈનો દીકરો જેનીશ ઘર નજીક શુભલક્ષ્મી વિદ્યાલયમાં બારમાં ધોરણમાં કોમર્સનો અભ્યાસ કરતો હતો.
૨૧ મેના રોજ જેનીશ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો અને નાનાવરાછા કલાકુંજ પાસેના નવા બ્રિજ પર પહોંચીને તાપી નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું, ત્યારબાદ કોઈની નજર જેનીશ પર પડી તો તરત જ ફાયરબ્રિગેડ અને પોલીસને ટીમને જાણ કરી, તો તાત્કાલિક જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ અને શોધખોળ કરવાની શરૂ કરી.
તો પણ જેનીશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેનીશના પરિવારના લોકો પણ જેનીશની શોધખોળ કરી રહ્યા હતા પણ કોઈ પત્તો ન લાગ્યો એટલે પરિવારના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સોમવારના રોજ સવારે બ્રિજ પાસે જ જેનીશનો મૃતદેહ મળી આવ્યો તો તે જોઈને પરિવારના લોકો ભીની આંખે રડી પડ્યા.