પિતાની નજરો સામે જ પત્ની અને તેમના ત્રણ બાળકો એકસાથે પાણીમાં ગરકાવ થઇ ગયા તો પરિવારનો માળો પળભરમાં વિખેરાઈ ગયો. – GujjuKhabri

પિતાની નજરો સામે જ પત્ની અને તેમના ત્રણ બાળકો એકસાથે પાણીમાં ગરકાવ થઇ ગયા તો પરિવારનો માળો પળભરમાં વિખેરાઈ ગયો.

રોજબરોજ ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, અત્યારના ચાલી રહેલા સમયમાં કાલ સવારે શું થશે તેનું કઈ નક્કી જ નથી, આવી જ ઘટના મોરબીમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ પરિવારના લોકો રજાની મજા માણવા ગયા હતા અને બની એવી ઘટના કે પરિવારના લોકો મોતના મુખમાં ગરકાવ થઇ ગયા.

તો પરિવારનો આખો માળો પળભરમાં વિખેરાઈ ગયો હતો, આ ઘટનામાં મૃત્યુ થયેલા સ્વજનોને હજુ પણ વિશ્વાસ ન હતો કે તેમના પરિવારના સભ્યોના મૃત્યુ થઇ ગયા છે, મોરબીમાં આ ઘટના બન્યા બાદ દરેક લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા,

આ બનાવની વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે મોરબીના રૂપેશ ભાઈ પણ રવિવારના દિવસે પોતાની પત્ની અને તેમના ત્રણ બાળકોને લઈને ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા.

ત્યાં અચાનક જ પુલ તૂટી પડતા રૂપેશ ભાઈ અને તેમનો આખો પરિવાર નદીમાં ગરકાવ થઇ ગયો હતો. તો તે સમયે હિંમત કરી રૂપેશ ભાઈ નદીની બહાર નીકળી ગયા પણ તેમની નજર સામે જ તેમની પત્ની અને તેમના ત્રણ બાળકોના મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટના બન્યા બાદ ઘણા પ્રયત્નો કર્યા તો પણ પોતાના પરિવારને બચાવી શક્યા ન હતા.

પિતાની નજર સામે જ પોતાનો આખો પરિવાર પળભરમાં ઉજડી ગયો તો તે દ્રશ્યો જોઈને પિતા જોરજોરથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એકપછી એક એમ પરિવારના સભ્યોની અર્થી ઉઠી તો તે દ્રશ્યો જોઈને સગા સબન્ધીઓ અને ગામના લોકો હીબકે ચડ્યા હતા,

પરિવારનો માળો પળભરમાં વિખેરાઈ ગયો તો તે દ્રશ્યો જોઈને બધા જ લોકોની આંખમાં આંસુ આવી ગયા અને રૂપેશ ભાઈને આ પુલ એવું દુઃખ આપતું ગયું કે તે ઘટના જીવનભર સુધી નહિ ભુલાય.