પિતાના મૃત્યુ બાદ આ ડોક્ટર છેલ્લા ૮ વર્ષથી દર બુધવારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરીને પિતાને શ્રદ્ધાંજલિ આપે છે…. – GujjuKhabri

પિતાના મૃત્યુ બાદ આ ડોક્ટર છેલ્લા ૮ વર્ષથી દર બુધવારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરીને પિતાને શ્રદ્ધાંજલિ આપે છે….

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં ઘણા સેવાના કામ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ડોક્ટર વિષે વાત કરીશું, આ ડોક્ટર કિડની સ્પેશિયાલિસ્ટ હતા, આ ડોક્ટરનું નામ અશ્વિન ગાબાણી હતું, અશ્વિન ગાબાણી છેલ્લા આઠ વર્ષથી દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરીને સેવાનું અનોખું કામ કરી રહ્યા હતા.

અશ્વિન ગાબાણીના પિતા દેવજીભાઈનું આઠ વર્ષ પહેલા અવસાન થઇ ગયું હતું, અશ્વિન ગાબાણીના પિતા વ્યવસાયે બિલ્ડર હતા અને સમાજસેવાના કામમાં પણ આગળ રહેતા હતા, અશ્વિન ગાબાણીના પિતાનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થઇ ગયું હતું, તેથી અશ્વિન ગાબાણી દર બુધવારે હોસ્પિટલમાં આવતા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરીને જરૂરિયાત મંદ અને ગરીબ લોકોના ઓપરેશન પણ વિનામૂલ્યે કરતા હતા.

અશ્વિન ગાબાણીએ અત્યાર સુધી પાંચ થી છ ઓપરેશન અને પચાસ જેટલા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી હતી, આ હોસ્પિટલમાં બુધવારના રોજ આવતા દર્દીઓને માત્ર બહારથી કરવામાં આવતા રિપોર્ટ અને દવાનો જ ખર્ચ કરવો પડતો હોય છે, તે દિવસે હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અશ્વિન ગાબાણીના આ કામથી ઘણા લોકોને સેવા કરવાની અનોખી પ્રેરણા મળી હતી.

આ હોસ્પિટલમાં દર બુધવારે વિનામૂલ્યે તપાસ અને મહિને બે મહિને જુદા જુદા સ્થળો પર જઈને નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરીને સેવાનું કામ કરવામાં આવે છે, આ વિસ્તારમાં કોઈ દવાખાનું ન હતું તેથી આ જગ્યા પર દવાખાનું ખોલવામાં આવ્યું હતું, અશ્વિન ગાબાણીએ પિતાના મૃત્યુ બાદ જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.