પિતાના મૃત્યુ બાદ અમદાવાદની આ મહિલાએ હિંમત હાર્યા વગર લોકો સુધી ફૂડ પાર્સલ પહોંચાડીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આપણે મહિલાઓને જોતા હોઈએ છીએ જે દરેક ક્ષેત્રમાં આગળ જ રહેતી હોય છે અને તેમના જીવનમાં આગળ વધવા માટે તે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવતી હોય છે, આજે આપણે એક તેવી જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલા અમદાવાદના છે અને તેમનું નામ હિનાબેન ભટ્ટ છે, હાલમાં હીનાબેનની ઉંમર ૪૦ વર્ષ હતી અને તે ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરી રહ્યા હતા.
હિનાબેનએ જણાવતા કહ્યું હતું કે ચાર વર્ષ પહેલાં હું સ્વિગીમાં ફૂડ ડિલિવરીનું કામ કરતી હતી. ત્યારબાદ કોઈ કારણસર આ કામ બંધ કરી દીધું અને બીજું કામ શરૂ કર્યું હતું, હાલમાં ફરી બે વર્ષથી ઝોમેટોમાં ફૂડ ડિલિવરી નું કામ કરું છું. હીનાબેનને જણાવ્યું હતું કે મને પહેલેથી માર્કેટિંગ લાઈનમાં કામ કરવાની ખુબ જ ઈચ્છા હતી.
માર્કેટિંગમાં હું જયારે કામ કરતી હતી તે સમયે કામ કર્યા પછી એકવાર હું પ્રહલાદનગર પાસે બેઠી હતી, તે સમયે મેં એક ફૂડ ડિલિવરી બોયને બાઈક પર જતો જોયો, તો તેને જોઈને મને પણ મન થયું કે ફૂડ ડિલિવરીનું કામ આ લોકો કરે છે તો મહિલા આ કામ ના કરી શકે, હિનાબેનના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી, તેથી પિતા પણ વાયરમેનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
હિનાબેનની માતા પણ બીજા લોકોના ત્યાં ત્યાં રસોઈ બનાવીને ઘર ચલાવવામાં ટેકો કરતા હતા, ત્યારબાદ હિના અને તેમની બહેન ગ્રીષ્માએ પણ નક્કી કર્યું કે હવે આપણે પણ ઘર ચલાવવામાં મદદ કરવી જોઈએ. તે પછી વર્ષ ૨૦૦૫ માં હિનાના પિતાનું અવસાન થઇ ગયું તો પરિવારની બધી જ જવાબદારી હિના પર આવી ગઇ.
તે પછી હિનાએ વર્ષ ૨૦૦૭માં ટાટા ઈન્ડિકોમમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરવાની શરૂ કરી અને નોકરી બંધ કરીને ફૂડ પાર્સલની ડીલેવરી કરવાની શરૂ કરી હતી, તેથી હિનાબેનને સાબિત કરીને બતાવ્યું કે મહિલાઓ માટે કઈ પણ કામ અશક્ય નથી અને મહેનત કરવાથી દરેક કામમાં સફળતા મળે છે.