પિતાએ ખેતીકામ કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સખત મહેનત કરીને પહેલા પ્રયાસે માત્ર 22 વર્ષની ઉંમરમાં UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો…
આપણે ઘણા દીકરાઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવતા હોય છે, આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું, આ દીકરાએ તેના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરીને આઈએએસ અધિકારી બનીને દેશમાં માતાપિતાનું નામ રોશન કર્યું હતું.
આ દીકરાનું નામ મુકુંદ કુમાર હતું, મુકુંદ કુમારએ તેમની માત્ર 22 વર્ષની ઉંમરમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને પરિવારની સાથે સાથે જિલ્લાનું નામ પણ ગર્વથી રોશન કર્યું હતું, મુકુંદ કુમારએ તેમની નાની ઉંમરમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને બીજા યુવાનોને આ પરીક્ષા પાસ કરવા માટે પ્રેરણા પણ આપતા હતા.
મુકુંદ કુમાર બિહારના મધુબની જિલ્લાના બાબુબાર્હી બ્લોકના બરુઆના રહેવાસી હતા, મુકુંદનો જન્મ એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. મુકુંદના પિતાનું નામ મનોજ કુમાર હતું અને માતાનું નામ મમતા દેવી હતું, મુકુંદ તેમના પરિવારનો એકમાત્ર દીકરો હતો અને મુકુંદ કુમારને ત્રણ બહેનો હતી.
મુકુંદ પરિવારમાં સૌથી નાનો દીકરો હતો, મુકુંદ કુમારના પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને માતા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તેમની ફરજ બજાવતા હતા, મુકુંદ કુમાર નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો, મુકુંદ કુમારએ તેનો પ્રારંભિક અભ્યાસ બિહારમાંથી જ પૂરો કર્યો હતો.
ત્યારબાદ મુકુંદ કુમાર હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટના અભ્યાસ માટે સૈનિક સ્કૂલ ગોલપરામાં ગયા હતા, તે પછી ગ્રેજ્યુએશનનો આગળ અભ્યાસ માટે મુકુંદ કુમાર દિલ્હી ગયા અને દિલ્હીમાં જઈને સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો, મુકુંદ કુમારએ ગ્રેજ્યુએશન બાદ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું અને વર્ષ ૨૦૧૭માં UPSC પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવાની શરૂ કરી હતી.
ત્યારબાદ મુકંદએ સખત મહેનતની સાથે પહેલા જ પ્રયાસમાં આઈએએસ અધિકારી બનીને સફળતા મેળવી હતી, મુકુંદ કુમારએ વર્ષ 2019 માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને 54મો નંબર મેળવ્યો હતો, મુકુંદ કુમારએ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેના માતાપિતાનું નામ રોશન કર્યું હતું.