પિતાએ આખો દિવસ ડુંગળી બટાકા વેચીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ ત્રીજા પ્રયાસે BPSC ની પરીક્ષા પાસ કરીને માતાપિતાની મહેનતને સાચી સાર્થક કરી. – GujjuKhabri

પિતાએ આખો દિવસ ડુંગળી બટાકા વેચીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ ત્રીજા પ્રયાસે BPSC ની પરીક્ષા પાસ કરીને માતાપિતાની મહેનતને સાચી સાર્થક કરી.

આપણે દેશમાં ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કરતી હોય છે, દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે જે લોકો તેમનું લક્ષ્ય પૂરું કરવા માટે મહેનત કરે છે તે દરેક લોકોને ચોક્કસથી સફળતા મળતી હોય છે.

આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરી બિહારની રહેવાસી હતી અને દીકરીનું નામ જુહી કુમારી હતું, જુહી કુમારીએ દિવસ રાત મહેનત કરીને બીપીએસસીની પરીક્ષામાં ૩૦૭ મોં નંબર મેળવીને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું. જુહી કુમારી બિહારના સારણ જિલ્લાની વતની હતી, જુહી કુમારીના પિતા આખો દિવસ બટાટા અને ડુંગળી વેચીને પરિવારનો બધો જ ખર્ચો પૂરો કરતા હતા.

જુહી કુમારી તેના ભાઈ બહેન કરતા નાની હતી, જુહી કુમારી નાનપણથી જ અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતી એટલે તેના પિતા હંમેશાથી જુહીને અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરતા હતા, તેથી જુહીએ પણ તેના પિતાની મહેનતને સાચી સાર્થક કરવા માટે મહેનત કરવાની શરૂ કરી અને સખત મહેનત સાથે જુહી કુમારીએ બીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી.

જુહી કુમારી બે વાર બીપીએસસીની પરીક્ષામાં અસફળ રહી હતી તો પણ હિંમત હાર્યા વગર તૈયારી કરવાની શરૂ જ રાખી અને બીપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું, જુહી કુમારીના પિતાને જયારે ખબર પડી કે તેમની દીકરી અધિકારી બની ગઈ તે સમાચાર સાંભળીને જુહી કુમારીના પિતા ખુશીના આંસુ રોકી જ ના શક્યા.