પિતાએ અખબાર વેચીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ પહેલા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને પિતાની મહેનતને સાચી સાર્થક કરી… – GujjuKhabri

પિતાએ અખબાર વેચીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ પહેલા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને પિતાની મહેનતને સાચી સાર્થક કરી…

દેશમાં આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે દિવસ રાત મહેનત કરીને જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવતી હોય છે, આજે આપણે એક તેવી દીકરી વિષે વાત કરીશું, આ દીકરી હરિયાણાની રહેવાસી હતી, હરિયાણાની આ દીકરીનું નામ શિવજીત ભારતી હતું, શિવજીત ભારતીએ તેના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરીને આજે મોટી સફળતા મેળવી હતી.

આજે શિવજીત ભારતીએ સખત મહેનત સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બનીને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું, શિવજીત ભારતીના પિતા અખબાર વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, શિવજીત ભારતીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તો પણ શિવજીત ભારતીએ જીવનમાં આગળ વધવા માટે મહેનત કરવાની શરૂ કરી હતી.

શિવજીત ભારતીનો આખો પરિવાર હરિયાણાના જેસિંહપુરા ગામનો રહેવાસી હતો, શિવજીત ભારતીના પિતા અખબાર વેંચતા હતા અને તેની માતા આંગણવાડીમાં કામ કરતી હતી, ત્યારબાદ શિવજીત ભારતીએ તેના અભ્યાસ બાદ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી હતી, પરિવારની પરિસ્થિતિના કારણે શિવજીત ભારતી યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે કોચિંગમાં જોડાઈ શકી ન હતી.

તે પછી શિવજીત ભારતીએ ઘરે રહીને જ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી, શિવજીત ભારતીએ પરીક્ષાના પુસ્તકો લાવવા માટે ઘરે બાળકોને ટ્યુશન કરાવવાનું કામ શરૂ કર્યું હતું અને તેમાંથી જે રૂપિયા મળતા તેમાંથી પરીક્ષાના પુસ્તકો લાવીને તૈયારી કરતી હતી, શિવજીત ભારતીની મહેનત રંગ લાવી અને પહેલા જ પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરીને શિવજીત ભારતીએ ઇતિહાસ રચી દીધો હતો.