પાવાગઢમાં રોપ વે હોવા છતાં લોકો કેમ 1800 પગથિયાં ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા માટે જાય છે? શું તમે જાણો છો તેની પાછળના કારણ ને… – GujjuKhabri

પાવાગઢમાં રોપ વે હોવા છતાં લોકો કેમ 1800 પગથિયાં ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા માટે જાય છે? શું તમે જાણો છો તેની પાછળના કારણ ને…

મિત્રો આજ સુધી તમે પાવાગઢમાં માં મહાકાળીના દર્શન કરવા માટે તો ગયા જ હશો. પાવાગઢમાં માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે. પાવાગઢ એક શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે અને લાખો લોકો માટે આજે આ એક આસ્થાનું મોટું કેન્દ્ર છે.

પાવાગઢ સાથે માં મહાકાળીના ચમત્કારના ગણા કિસ્સાઓ જોડાયેલા છે. પાવાગઢમાં એક દુધિયું નામનું એક તળાવ આવેલું છે. અહીં દર્શને આવતા અમુક લોકો તેમાં નહાતા હોય છે.

લોકોની માન્યતા છે કે આ તળાવમાં ન્હાવાથી આત્માની શુદ્ધિ થાય છે. મિત્રો તમે ગણા લોકોને પાવાગઢમાં પગથિયાં ચઢીને દર્શન કરવા જતા જોયા હશે પાવાગઢમાં કુલ 1800 પગડીયા છે. પાવગઢમાં રોપવેની સગવડ હોવા છતાં લોકો કેમ પગથિયાં ચઢીને મહાકાળીમાં દર્શન કરવા માટે જાય છે. તેના પાછળ પણ એક માન્યતા છે.

જે લોકો પણ મહાકાળી માતાની પગથિયાં ચઢીને દર્શન કરવા આવવાની બાધા રાખે છે. મહાકાળી માતા તે બધાની માનતા પુરી કરે છે. આજ સુધી હજારો કે લાખો ભક્તોની મનોકામના મહાકાળીમાં પુરી કરી ચુક્યા છે.

લોકો લગ્નની, સંતાન કે મનગમતી નોકરી મળવાની બાધા મહાકાળી માતાની રાખતા હોય છે અને જયારે તેમની માનતા પુરી થઇ જાય છે. ત્યારે ભક્તજનો પાવાગઢના 1800 પગથિયાં ચઢીને માતાના દર્શન કરવા માટે આવે છે.