|

પાલીતાણામાં ત્રણ વર્ષની દીકરી બોલી શકતી ન હતી તો ભાવનગરની આ હોસ્પિટલના ડોકટરોએ વિનામૂલ્યે ઓપરેશન કરીને દીકરીને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.

ઘણા માતાપિતાને આપણે જોતા હોઈએ છીએ જયારે બાળક જન્મે પછી બોલવામાં થોડું મોડું થાય એટલે પરિવારના લોકો પહેલા અંધશ્રદ્ધામાં માનવા લાગતા હોય છે, ત્યારબાદ માતાપિતા બાળકને લઈને ડોક્ટર સુધી પહોંચતા હોય છે. હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પાલિતાણામાં રહેતી ત્રણ વર્ષની દીકરી માહી કોઠારી.

આ ત્રણ વર્ષની દીકરી માહી બોલવાનો પ્રયત્ન કરતી હતી તો પણ તે યોગ્ય રીતે બોલી શકતી ન હતી, ત્યારબાદ માહીને સારવાર માટે પરિવારના લોકો હોસ્પિટલ લાવ્યા અને સ્પીચ થેરાપી કરાવવા ગયા તે સમયે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માહીને તાળવામાં કાણું છે એટલે તેના કારણે માહી બોલી શકતી નથી. માહી તાળવાના કાણાના કારણે બોલી શકતી ન હતી.

આ ઓપરેશનમાં મોટો ખર્ચો થાય તેમ હતો એટલે પરિવારના લોકો માટે આ ઓપરેશન કરાવવું અશક્ય હતું, તેથી તે સમયે ભાવનગરની ​​​​​​​પીએનઆર સોસાયટી સંચાલિત પીએનઆર હોસ્પિટલ માહીની મદદે આવી હતી, પીએનઆર હોસ્પિટલમાં બાળકોના તાળવાના કાણાં અને અન્ય પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવતા હતા.

આ હોસ્પિટલમાં મુંબઈના પ્લાસ્ટિક સર્જન ડો.નરેશ વાધવા આ સેવાનું કામ કરી રહ્યા હતા. આ ​​​​​​​સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી બાબાભાઈ શાહએ જણાવતા કહ્યું હતું કે તાળવામાં કાણું, મૂત્રનલિકામાં એકથી વધારે છિદ્ર હોય તેવી અનેક પ્રકારની સર્જરી આ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવતી હતી, આ હોસ્પિટલના ડોક્ટર નરેશ વસાવાએ જણાવતા કહ્યું હતું કે આ એક ઓપરેશનની કિંમત પચાસ થી સિત્તેર હજાર રૂપિયા થાય છે.

તે બધી જ સર્જરી આ સંસ્થા વિનામૂલ્યે કરી આપતી હતી, અત્યાર સુધી આ હોસ્પિટલના ડોકટરોએ સાત હજાર જેટલા દર્દીઓની તપાસ કરીને તેમાંથી ૧૮૮૫ જેટલા બાળકોના વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરીને અનેક બાળકોના જીવ બચવાઇને નવું જીવનદાન આપ્યું છે.

Similar Posts