પાલનપુરમાં મિત્રએ મિત્ર સાથે કરેલી મજાક મિત્રના મૃત્યુનું કારણ બનતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ…. – GujjuKhabri

પાલનપુરમાં મિત્રએ મિત્ર સાથે કરેલી મજાક મિત્રના મૃત્યુનું કારણ બનતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ….

અમુકવાર નાની એવી મજાક પણ ખુબજ જોખમી સાબિત થઇ શકે છે આવી જ એક ઘટના હાલ પાલનપુરથી સામે આવી છે. જાય મિત્રની મિત્ર સાથેની મજાક મૃત્યુનું કારણ બની. આ ઘટના પાલનપુરના એક ખાનગી કોમ્પ્લેક્સથી સામે આવી છે.જ્યાં મજાક મજાકમાં એક મિત્રનું મૃત્યુ થઇ જતા ભારે ચકચાર મચી ગઈ હતી અને આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ જતા જેને પણ આ વિડીયો જોયો તેમના કાળજા કંપી ઉઠ્યા હતા.

પાલનપુરમાં નેશનલ વાઈવે પર એક કોમ્પ્લેક્સ આવેલું છે. જેમાં બે મિત્રો કોમ્પ્લેક્સના ત્રીજા માળે બેઠા હતા જેમાં એક મિત્ર કોમ્પ્લેક્સની રેલિંગ પણ બેઠો હતો અને બીજો મિત્ર તેની સામે ઉભો હતો બંને વાતો કરી રહયા હતા.

પણ અચાનક સામે ઉભેલા મિત્રએ અચાનક જ રેલિંગ પર બેસેલા મિત્ર સાથે મજાક કરી અને તેને પકડી લીધો.એવામાં રેલિંગ પર બેસેલા મિત્રએ અચાનક જ પોતાનું બેલેન્સ ગુમાવી દેતા બંને મિત્રો સીધા નીચે પડી ગયા અને તેમાં બંને ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

જેમાં એક મિત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું અને બીજો મિત્ર પણ ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આજુ બાજુઆ લોકો ભેગા થઇ ગયા હતા.

પોલીસને પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના કેવી રીતે બની તેની તપાસ હાથ ધરી હતી. જેમાં CCTV ચેક કરતા આ ઘટનાનો ભેદ ખુલ્યો હતો. કારણ કે આખી ઘટના CCTV માં કેદ થઇ ગઈ હતી જેમાં જાણવા મળાયું હતું કે મિત્રએ મિત્ર સાથે મજાક કરતા આ ઘટના બની હતી. આજે મૃતક યુવકના ઘરે સદાયની માટે માટે માતમ છવાઈ ગયો છે.