પાલનપુરના આ વ્યક્તિ નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની કરે છે આરાધના…. – GujjuKhabri

પાલનપુરના આ વ્યક્તિ નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની કરે છે આરાધના….

નવરાત્રી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક ગણવામાં આવે છે.નવરાત્રીમાં લગભગ દરેક લોકો ગરબા રમતા જ હશે અને આપણે બધા જાણીએ જ છીએ કે નવરાત્રીમાં ગરબા રમવાની પરંપરા ઘણી જૂની છે.આપણા ગુજરાતમાં દાંડિયાની પણ ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે.નવરાત્રી દરમિયાન અનેક લોકો અલગ અલગ રીતે માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે.

ત્યારે બનાસકાંઠાના એક યુવાન માતાજીની અનોખી રીતે ભક્તિ કરે છે.મૂળ પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ નવરાત્રી દરમિયાન ઝાડ ઉપર દોરડું બાંધીને નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની ભક્તિ કરે છે.તમને જણાવીએ કે પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશ ચૌહાણ છેલ્લા 20 એક વર્ષથી નવરાત્રીના નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે એટલું જ નહિ એક પગે ઉભા રહીને માં અંબાના નામનું રટણ પણ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમની માતાજી પ્રત્યેની આસ્થા આજે પણ અકબંધ રહી છે.તમને જણાવીએ કે તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરે છે.આ સાથે યુવકનો સમગ્ર પરિવાર પણ તેમની સેવામાં કાર્યરત રહે છે. આ અંગે તેમણે જણાવ્યું કે મારા કુટુંબ,પરિવાર,ગામ અને વિશ્વના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું અને

આવનાર સમયમાં પણ માની આરાધના આ રીતે જ અવિરત પણે ચાલુ રાખવાની ખેવના છે.સુરેશભાઈની આકરી ભક્તિ આજના એ તમામ યુવાનિયાઓ માટે પ્રેરણા રૂપ છે.જે નવરાત્રીની નવ રાતો આરાધનાને બદલે મોજમસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે.ત્યારે દલવાડાના આ યુવાન ભક્ત સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.