પાટણમાં રખડતી ગાયોનો ભય,અનેક મહિલાઓના કરૂણ મોત,લોકોમાં હવે જાગ્યો રોષ…. – GujjuKhabri

પાટણમાં રખડતી ગાયોનો ભય,અનેક મહિલાઓના કરૂણ મોત,લોકોમાં હવે જાગ્યો રોષ….

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસ રખડતા ઢોરનો આંતક વધી રહ્યો છે.ગણતરીના દિવસોમાં જ એવી ઘટનાઓ બની ગઈ છે કે ઘણા એ ઢોરને કારણે પોતાનો જીવ ગુમાવી દીધો છે.તાજેતરમાં જે ઘટના સામે આવી તે ખૂબ જ ચોકાવનારી છે.મળતી માહિતી મુજબ પાટણમાં ચાર મહિલાઓ રખડતા ઢોરની અડફેટે આવી હતી.

જેમાં બે મહિલાના મોત નીપજ્યા છે અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે.સ્થાનિક લોકો ઘાયલ મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં હાઇકોર્ટે આ મામલે સરકારને ગંભીર સવાલો કર્યા હતા.પણ આજે સ્થિતિ તેવી ને તેવી જણાય છે.

વિગતવાર જણાવીએ તો સરસ્વતીના આધાર ગામમાં આખલાની અડફેટે ચાર મહિલાઓ આવી ગઈ હતી.જેમાંથી બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે.દ્રશ્ય જોઈ હાજર દરેક લોકોના રુવાડા ઉભા થઈ ગયા હતા.આ ઘટના બાદ હવે લોકોનો ઉગ્ર રોષ જોવા મળ્યો છેહોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું કે વહેલી સવારે ગામમાં આવતી વખતે આ ઘટના સર્જાઈ હતી.

એકાએક આખલો સામેથી આવ્યો હતો.અમને જાણ થાય અને અમે બચાવ કરીએ એ પહેલા તો તેણે અમારા પર હુમલો બોલી દીધો હતો.અમને અડફેટે લઈ ઘાયલ કરી દીધા હતા.જેમાં બે મહિલાઓના મોત નિપજ્યા છે.સ્થાનિક લોકોએ અમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરી હતી.

બનાવ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યાંના એક વ્યક્તિએ જણાવ્યું કે અમારા ગામમાં ઘણા બધા રખડતા ઢોર છે.જે અવારનવાર હિંસક બની જતા હોય છે.આ ફક્ત પહેલો જ મામલો નથી.આ પહેલા પણ આવા બનાવ બની ચુક્યા છે.આ અંગે તંત્રને ઘણીવાર રજુઆત કરવામાં આવી છે.પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.