પાટણના આ યુવક અને યુવતીને ગરબા રમતા રમતા આંખ મળી ગઈ તો બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા, તમે પણ વાંચીને કહેશો પ્રેમ તો આને કહેવાય….
હાલમાં મિત્રો દેશભરમાં નવરાત્રીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી થઇ રહી છે, દરેક લોકો નવરાત્રીના નવેય નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરીને ગરબા ગાતા હોય છે, ઘણા લોકો તો ગરબા શીખવા માટે બે મહિના પહેલા પ્રેક્ટિસ પણ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ પાટણના ગ્રુપની વાત કરીશું, આ ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી એકસાથે ગરબા રમે છે.
આ ગૃપમાં જોડાયા બાદ એક યુવક અને યુવતીને ગરબા રમતા રમતા પ્રેમ થઇ ગયો હતો તો એક વર્ષ પહેલા માતા-પિતાની મરજી પ્રમાણે ધામધૂમથી લવ મેરેજ કર્યા હતા, આ કપલ આજે ગૃપ સાથે ગરબા રમે છે અને કપલ કેટેગરીમાં ઇનામ પણ જીતે છે. જો પાટણવાસીઓ ગરબા ન રમે તો તેમના માટે આ તહેવાર અધૂરો રહી જાય છે.
તેથી પાટણવાસીઓ નવરાત્રીના તહેવારમાં મહોલ્લા, પોળ, સોસાયટી કે પાર્ટીપ્લોટમાં ગરબા ગાવા માટે જતા હોય છે અને નવરાત્રીના પર્વની ખાસ ઉજવણી કરતા હોય છે, આ વર્ષે પણ પાંચ અલગ અલગ જગ્યાએ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરેક્ટ કલબ દ્વારા પણ વર્ષ ૨૦૨૨ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૃપના સભ્ય જેમને પ્રેમ લગ્ન કર્યા હતા તેમનું નામ દર્શીલ પટેલ હતું, દર્શીલ પટેલએ જણાવતા કહ્યું હતું કે અમારા ગૃપમાં ૨૦૦ કરતા પણ વધારે લોકો જોડાય છે અને નવરાત્રિની સાથે સાથે દરેક તહેવારોની એક સાથે ભવ્ય ઉજવણી કરતા હોય છે,
દર્શિલ અને તેની પત્ની અમી રાવલ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા એટલે ગરબા રમતા રમતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ પરિવારના લોકોની મરજી પ્રમાણે એક વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા અને હાલમાં તેમનું નવું દામ્પત્ય જીવન જીવી રહ્યા હતા.