પાંચ દિવસ પછી પરિવારમાં લગ્ન હતા તો આ જવાન રજા લઈને ઘરે આવવાના હતા પણ તેની પહેલા જ જવાન શહીદ થઇ ગયા અને તેમની શહાદતના સમાચાર પરિવારને મળતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. – GujjuKhabri

પાંચ દિવસ પછી પરિવારમાં લગ્ન હતા તો આ જવાન રજા લઈને ઘરે આવવાના હતા પણ તેની પહેલા જ જવાન શહીદ થઇ ગયા અને તેમની શહાદતના સમાચાર પરિવારને મળતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

આપણા દેશની સેવા કરવા માટે ચોવીસે કલાક સેનાના જવાનો ખડેપગે રહે છે અને ચોવીસે કલાક દેશની સેવા કરતા હોય છે. એવી જ રીતે હાલમાં આપણી સેનાના એક જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થયા છે અને આ જવાનની શહીદીના સમાચાર પરિવારને મળતા આખા પરિવાર સહીત દેશના બધા જ લોકોને ઘણું દુઃખ લાગ્યું છે.

આ જવાન રાજસ્થાનના સીકરના શેખાવાટીનામાં આવેલા કલ્યાણપુરા ગામના જવાન હતા અને તેમનું નામ પ્રભુ સિંહ હતું, તેઓ ભારત-ચીનની સિમમાં ફરજ બજાવતા હતા અને ત્યાં તેમને અચાનક ઓક્સિજનના અભાવે હ્રદય બંધ થઇ ગયું હતું તો તેમને સારવાર માટે સિક્કિમની રાજધાની ગંગટોક સુધી લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં તેઓની સારવાર ચાલી રહી હતી અને તે જ સમયે આ જવાન શહીદ થઇ ગયા હતા. આ જવાન છેલ્લે ડિસેમ્બર મહિનામાં તેમના ઘરે આવ્યા હતા અને હાલમાં મંગળવારે જ પત્ની સાથે વાત કરી હતી અને એપ્રિલે પરિવારમાં લગ્ન હોવાથી તેઓ ઘરે પણ આવવાના હતા.

એ સમયે તેઓએ પત્નીને કહ્યું કે તેઓ લગ્નમાં હાજરી આપવા માટે જરૂરથી આવશે.લગ્ન હોવાથી આખો પરિવાર ખુબ જ ખુશ હતો પણ આ ખુશી આવે તેની પહેલા જ આ જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા

અને તેમના શહીદીના સમાચાર પરિવારને મળતા જ પત્ની સુમન અને આખા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા. આ જવાનના શહીદીના સમાચાર સાંભળીને આખા ગામમાં શોકનું વાતાવરણ બની ગયું હતું.