પરીણીત પ્રેમી પાસેથી પ્રેમ મા દગો મળતા પટેલ યુવતી એ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ “સોરી મમ્મી પપ્પા..
એક કહેવત પ્રમાણે માણસ પ્રેમમાં કંઈ પણ કરી શકે છે.ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે.રાજ્યમાં ભૂતકાળમાં પણ અનેક વખત આવા કરૂણતાની પરાકાષ્ટાને પાર કરતા કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે પ્રેમમાં નિષ્ફળતા મળતા મહેસાણાના અબાસણ ગામની એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં રહેતાભીખા ભાઈની 26 વર્ષીય દીકરી અપેક્ષા ઉર્ફે ચકોને કેવિન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા.યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી.જોકે પ્રેમીએ લગ્ન માટે ઇનકાર કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું.તેમજ પ્રેમપ્રકરણમાં હતાશ થયેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો.આ અંગે લાગણજ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.
તમને જણાવીએ કે અપેક્ષા એક ખાનગી હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકેની નોકરી કરતી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલા અપેક્ષાએ પોતાના ભાઈ ઋત્વિકને ચાણસ્મા તાલુકાના જાસલપુર ગામના અને હાલ મહેસાણા ખાતે રહેતા પટેલ કેવિન સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
આવામાં પરિવારજનોએ યુવક કેવીન વિશે તપાસ કરાવતા તે પરણીત અને એક બાળકનો પિતા હોવાનું બહાર આવ્યુ હતું.આ વાત જ્યારે અપેક્ષાને જણાવી તો કેવિને અપેક્ષાને એવું ખોટું આશ્વાસન આપ્યું હતું કે તે તેની પત્નીને છુટાછેડા આપી દેશે અને અપેક્ષા સાથે જ રેહશે.
પણ બે દિવસ પેહલા અપેક્ષા ખુબ નિરાશા બેઠી હતી.જે પછી પરિવારજનોને અપેક્ષાએ જણાવ્યું હતું કે કેવિન તેની પત્નીને છુટાછેડા નથી આપતો અને તેની સાથે પ્રેમ સબંધ પણ રાખી રહ્યો છે.આ બાદ ભાઈ ઋત્વિક અને પરિવારજનોએ સાથે મળીને ખુબ સમજાવી હતી અને ચિંતા કરવાની નાં પાડી હતી અને આશ્વાસન આપ્યું હતું કે બધું ઠીક થઇ જશે.પણ 27 ઓકટોબરના રોજ આ યુવતીએ ઘરના ધાબે ગળેફાંસો ખાય લીધો હતો.
પરિવારજનોને મૃતક અપેક્ષાની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સોરી મમ્મી પપ્પા ઋત્વિક મને માફ કરજો હું આ પગલું ભરું છું મારો ચોકો આપણા ઘરે ના કરતા કેવીન ના ઘરે જ કરજો.. આજે બહુ મોટી દુ બનાવી છે.. બધા જવાબ એના જોડે છે નીચે અંગ્રેજીમાં અપેક્ષા લખેલું છે.