પરિવારમાં દીકરીનો જન્મ થયો તો પેટ્રોલ પંપના માલિકે ત્રણ દિવસ સુધી મફતમાં પેટ્રોલનું વિતરણ કરીને દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી…. – GujjuKhabri

પરિવારમાં દીકરીનો જન્મ થયો તો પેટ્રોલ પંપના માલિકે ત્રણ દિવસ સુધી મફતમાં પેટ્રોલનું વિતરણ કરીને દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી….

આપણે ઘણા પરિવારમાં જોતા હોઈએ છીએ જયારે પરિવારમાં દીકરીનો જન્મ થાય એટલે પરિવારના લોકો ખુશ થઈને મીઠાઈઓની વહેંચણી કરતા હોય છે અને દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરતા હોય છે અને ઘણા એવા પણ પરિવાર હોય છે જ્યાં દીકરીનો જન્મ થાય એટલે પરિવારના લોકો બહુ ઓછા પણ ખુશ થતા હોય છે.

આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સાની ચર્ચા હાલમાં દરેક વિસ્તારમાં થઇ રહી હતી, આજે આપણે એક તેવા જ પરિવારની વાત કરીશું, ગુપ્તા પરિવારના ઘરે ઘણા વર્ષો બાદ દીકરીનો જન્મ થતા પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા, ત્યારબાદ પરિવારના લોકોએ બેન્ડવાજા સાથે દીકરીને વાજતે ગાજતે હોસ્પિટલથી ઘરે લાવ્યા હતા.

આ દીકરી માટે ઘરે પાલખી પણ શણગારવામાં આવી હતી. પરિવારના દરેક લોકો દીકરીને વાજતે ગાજતે નાચતા નાચતા ઘરમાં આનંદથી લાવ્યા હતા, ત્યારબાદ બીજા એક પરિવારમાં જયારે દીકરીનો જન્મ થયો ત્યારે દીકરીના જન્મ પર પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને મફતમાં પેટ્રોલનું વિતરણ કરીને દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરી હતી.

દીકરીના જન્મની આ ઉજવણી જોઈને દરેક લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા, આ ઘટના મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી સામે આવી હતી, બેતુલ જિલ્લામાં આવેલા રાજેન્દ્ર સૈનાની નામના પેટ્રોલ પંપના માલિકે દીકરીના જન્મ પર મોટી જાહેરાત કરી હતી, દીકરીના જન્મની ખુશીમાં આ પરિવારના લોકોએ મફતમાં પેટ્રોલનું વિતરણ કરીને દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરી હતી.

આ કિસ્સાની ચર્ચા હાલમાં આખા બેતુલ શહેરમાં થઇ રહી હતી અને તે દિવસે પેટ્રોલ પંપ પર લોકો મફતમાં પેટ્રોલ પુરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, રાજેન્દ્ર સૈની પેટ્રોલ પંપ પર ત્રણ દિવસ સુધી ગ્રાહકોને મફતમાં પેટ્રોલ આપવામાં આવ્યું હતું અને ત્રણેય દિવસે બે અલગ-અલગ શિફ્ટમાં ગ્રાહકોને બે કલાક માટે મફતમાં પેટ્રોલ આપવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય જોઈને દરેક લોકો પેટ્રોલ પંપના માલિકના વખાણ કરી રહ્યા હતા.