પરિવારમાં કમાવનારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું તો દીકરી જ પરિવારનો દીકરો બનીને દિવસ રાત મહેનત કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.
આપણે દેશમાં ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે દરેક ક્ષેત્રમાં આગળ જ રહેતી હોય છે, લોકોને ઘણી મોટી પ્રેરણા પણ મળતી હોય છે. આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરીએ દિવસ રાત સખત મહેનત કરીને દરેક ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવીને આગળ વધી હતી અને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું.
આ દીકરી મધ્યપ્રદેશની રહેવાસી હતી, આ દીકરી વિષે જાણીને દરેક લોકો ખુશ થઇ ગયા હતા, આ દીકરીએ તેના ભાઈના મૃત્યુ પછી બધું જ મિકેનિકનું કામ સંભાળી લીધું હતું અને આજે દિવસ રાત મહેનત કરીને પરિવારને ટેકો કરી રહી હતી, આ દીકરી મધ્યપ્રદેશના મંડલા જિલ્લાની રહેવાસી હતી અને તે જયારે આ દીકરી નાની હતી ત્યારે તેનો ભાઈ તેને ગાડી પર ફરવા માટે પણ લઇ જતો હતો.
આ દીકરીનું નામ ઇન્દ્રવતી હતું, ઇન્દ્રવતી તેના માતા-પિતા અને તેના નાના ભાઈ સાથે રહેતી હતી, ઇન્દ્રવતીના મોટા ભાઈ મનોજનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું, ત્યારથી પરિવારની બધી જ જવાબદારી ઇન્દ્રવતીના ખભા પર આવી ગઈ હતી. ઇન્દ્રવતીને તેના ભાઈના મૃત્યુનું દુઃખ ચાર વર્ષ સુધી લાગ્યું હતું.
તે પછી ઇન્દ્રવતીએ પરિવારની બધી જ જવાબદારી ઉપાડી લીધી અને ઇન્દ્રવતીએ મિકેનિકલ બનીને કામ કરવાનું શરૂ કર્યું હતું. ઇન્દ્રવતીએ એક સંસ્થામાં છ મહિના સુધી તાલીમ મેળવી હતી, તે સમયે ઇન્દ્રવતીને ટુ વહીલરમાં પણ નોકરી મળી ગઈ હતી,
તેથી હાલમાં ઇન્દ્રવતી આઠ હજાર રૂપિયામાં કામ કરતી હતી, ઇન્દ્રવતીને હવે એક પોતાનો વર્કશોપ પણ ખોલવો છે, આથી ઇન્દ્રવતી આજે બીજી અનેક મહિલાઓ માટે સહારો બનીને પરિવારનો દીકરો બનીને પરિવારની બધી જ જવાબદારીઓ નિભાવી રહી હતી.