પરિવારનો એક વર્ષનો દીકરો ઘરની બહાર રમતો હતો અચાનક એક અવાજ આવ્યો તો તે અવાજ સાંભળીને માતા બહાર આવી અને જે જોયું તેને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… – GujjuKhabri

પરિવારનો એક વર્ષનો દીકરો ઘરની બહાર રમતો હતો અચાનક એક અવાજ આવ્યો તો તે અવાજ સાંભળીને માતા બહાર આવી અને જે જોયું તેને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી…

રોજે રોજે કેટલાય દુઃખદ બનાવો સાંભળવા મળે છે જેમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જાય છે. હાલ એક એવો કિસ્સો જોવા મળ્યો છે જેને જોઈને તમને પણ તેનું દુઃખ લાગશે, આ કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં શુક્રવારે બન્યો હતો. જિલ્લાના ચૌરીચૌરા વિસ્તારમા શત્રુધનપુર ટોલા ફુલવરિયામાં એક વર્ષના બાળકનું પાણીમાં પડી જવાથી મૃત્યુ થઇ ગયું હતું.

આ બાળકના મૃત્યુ પછી તે વિસ્તારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા, આ બનાવમાં એક પરિવારે પાણીની થોડી સમસ્યાને લીધે તેમના ઘરની બહાર જ એક ટાંકી બનાવી હતી

અને શુક્રવારે વિકાસ કુમાર નામનો વ્યક્તિનો એક વર્ષનો દીકરો દિવ્યાંશ રમતા રમતા અચાનક જ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. એ વખતે પરિવારના લોકોએ તેને પાણીની ટાંકીમાં પડતા જોયો હતો અને તેને બહાર કાઢતા કાઢ્યો હતો.

તેને બહાર કાઢીને તરત જ પરિવારના લોકો હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાળકના મૃત્યુ પછી આખા ગામમાં શોકના વાદળો છવાઈ ગયા છે અને શોકનો માહોલ પણ બની ગયો હતો. વિકાસ કુમારના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેમને એક જ દીકરો હતો અને તેનું પણ આવી રીતે મુત્યુ થઇ ગયું.