પરિવારના જ લોકો આ માં ને કહેતા હતા કે છોકરા પાછળ આટલા પૈસા ના બગાડો, માં એ કહ્યું હું એક ટાઈમ ઓછું જમીશ પણ મારા દીકરાને ભણાવીશ, આજે દીકરાએ માતાના ત્યાગને સાચો સિદ્ધ કળ્યો. – GujjuKhabri

પરિવારના જ લોકો આ માં ને કહેતા હતા કે છોકરા પાછળ આટલા પૈસા ના બગાડો, માં એ કહ્યું હું એક ટાઈમ ઓછું જમીશ પણ મારા દીકરાને ભણાવીશ, આજે દીકરાએ માતાના ત્યાગને સાચો સિદ્ધ કળ્યો.

આજે અમે તમને એક એવા પરિવાર વિષે જણાવીશું કે જેમને પોતાના છોકરાને ઓફિસર બનાવવા માટે એટલો ત્યાગ કર્યો છે કે તેને જાણીને તમે રોઈ પડશો. પટનાના સોનારૂ ગામના ઓમ પ્રકાશે 64 મી

બિહાર પબ્લિક સર્વિસની પરીક્ષામાં 1 નંબર પ્રાપ્ત કરીને માતા પિતાના ત્યાગને સાચો સિદ્ધ કર્યો છે. ઓમના માતા પિતા ખુબજ ગરીબ હતા લોકો તેમને કહેતા કે છોકરા પાછળ આટલા બધા રૂપિયા ન બગાડો. ભણીને શું કરી લેશે.

ત્યારે ઓમની માં એ કહ્યું કે હું જુદી રહેવા જતી રહુ છુ. એક ટાઈમ જ જમીશ પણ મારા છોકરાને હું ભણાવીશ. ઓમ એ પણ જોયું કે તેમની માં તેમના માટે કેટલી મહેનત કરે છે.

આ પછી તેમને પોતાની માં નો ફોટો તે જે જગ્યા એ ભણવા બેસતા એ જગ્યાએ લગાવી દીધો એનાથી તેમને ખુબજ આત્મવિશ્વાસ મળતો કે મારી માં મારા માટે આટલી મજૂરી કરે છે તો મારે પણ હવે આ પરીક્ષા પાસ કરવી જ પડશે.

ત્યારથી જ તેઓ તૈયારીમાં લાગી ગયા અને તનતોડ મહેનત પછી તેમને આ સફળતા પ્રાપ્ત થઇ છે . રિજલ્ટ આવ્યા પહેલા તેમને એક સપનું આવ્યું હતું કે તે પરીક્ષામાં ત્રીજા નંબરે પાસ થયા છે

પણ જયારે રિજલ્ટ આવ્યું ત્યારે તેમનું સપનું સાચું થયું અને તેમને આ પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી. એ માં ના હ્રદયને પણ આજે શાંતિ મળી હશે કે જે લોકોએ તેમને મેણાં મળ્યા હતા. તેમના દીકરાએ આ બધા મેણાંને જુઠ્ઠા સાબિત કર્યા.