પરિક્રમામાં જતા લોકોમાંથી એક વ્યક્તિએ વાંદરા સાથે કર્યું આવું,જોઈને બધા લોકો ગુસ્સે થયા,કહ્યું-આ વ્યક્તિની ધરપકડ કરો……. – GujjuKhabri

પરિક્રમામાં જતા લોકોમાંથી એક વ્યક્તિએ વાંદરા સાથે કર્યું આવું,જોઈને બધા લોકો ગુસ્સે થયા,કહ્યું-આ વ્યક્તિની ધરપકડ કરો…….

દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે.ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે.લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે,એટલું જ સામાજિક મહત્ત્વ પણ છે.ગિરનાર પર્વત ફરતે કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે.

કોરોનાને કારણે બે વર્ષથી લીલી પરિક્રમમા સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવી હતી.જોકે આ વખતે પહેલાની જેમ જ લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી છે.લીલી પરિક્રમાના રૂટ પર લાખો યાત્રિકો પરિક્રમા કરી રહ્યા છે.ત્યારે પરિક્રમામાં યાત્રાળુંના ટોળામાંથી એક ટીખળ ખોર દ્વારા વાંદરાની પુછડી પકડી વાંદરાને કનડગત કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પરિક્રમાં પુરી કરવા માટે શ્રદ્ધાળુઓને પગપાળા જંગલમાંથી પસાર થવું પડે છે.ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા કપિરાજને પજવવામાં આવે છે. જેનો વિડિયો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં જોઇ શકાય છે. કે શાંતિથી બેઠેલા કપિરાજને કેટલાક લોકો ખાવાનું નાખે છે. અને આ ખાવાનું ખાવા માટે જ્યારે કપિરાજ નજીક આવે છે. ત્યારે એક ટીખળખોર કપિરાજની પૂંછડી પકડી લે છે. અને ખેંચે છે.આમ બેઠેલા કપિરાજને આ શખ્સ દ્વારા હેરાન કરવામાં આવે છે.

આ વીડિયો જોઈને ખરેખર એવો મનમાં સવાલ આવે કે, આ લોકો પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે કે પાપનું ભાથું? જંગલ એ વન્યજીવોનું ઘર છે અને વિચાર કરો કે આપણે જેના ઘરે જઈએ છીએ એને જ આવી રીતે હેરાન કરીએ તો એ આપણી માનવતા કહેવાય ? આ વીડિયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આજના સમયમાં માનવતા મરી પડાવાઈ છે. આ તો માત્ર એક ઘટના સામે આવી છે પરંતુ આવા કિસ્સાઓ તો અનેક બનતા જ હશે!