પદયાત્રીઓ માં અંબેના દર્શન કરવા માટે અંબાજી પગપાળા જઈ રહ્યા હતા પણ રસ્તામાં કાર સાથે ટક્કર થઇ જવાથી ભક્તોની દર્શન કરવાની ઈચ્છા હંમેશા માટે અધૂરી રહી ગઈ… – GujjuKhabri

પદયાત્રીઓ માં અંબેના દર્શન કરવા માટે અંબાજી પગપાળા જઈ રહ્યા હતા પણ રસ્તામાં કાર સાથે ટક્કર થઇ જવાથી ભક્તોની દર્શન કરવાની ઈચ્છા હંમેશા માટે અધૂરી રહી ગઈ…

થોડા દિવસોમાં મિત્રો ભાદરવી પૂનમને આવવાની તૈયારી છે એટલે ભક્તો લાખોની સંખ્યામાં પગપાળા માં અંબેના દર્શન માટે જતા હોય છે, દરેક ભક્તો માટે માં અંબેના દર્શન કરવાનું મહત્વ ખુબ જ અનેરું છે, ઘણા ભક્તો ચાલતા જતા હોય ત્યાં ઘણીવાર અકસ્માત પણ સર્જાઈ જતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો.

આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓ સાથે માર્ગ અકસ્માત સર્જાઈ ગયો હતો, આ માર્ગ અકસ્માતમાં પગપાળા દર્શને જતા છ લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને બીજા છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, રસ્તા પર પગપાળા ચાલીને યાત્રીઓ માં અંબેના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

તે સમયે અચાનક જ કારની ટક્કર રસ્તા પર ચાલતા પદયાત્રીઓ સાથે થઇ જવાથી ઘટનાસ્થળ પર જ ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતમાં એકસાથે પાંચ પદયાત્રીઓના અમે એક ત્યાંના સ્થાનિક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની જાણ ત્યાંની સ્થાનિક પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આ પદયાત્રીઓના પરિવારના લોકોને આ અકસ્માતની જાણ થઇ તો તરત જ પરિવારના

લોકો ઘટનાસ્થળે આવી ગયા અને અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોને જોઈને દરેક લોકો ચોધાર આંસુએ રડી પડ્યા અને જાણે પરિવાર પર દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.