પત્ની અને વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરી શક્યા વડોદરાના આ વેપારી,છેલ્લે કાગળમાં લખીને ગયા આવા શબ્દો….
વડોદરાના મકરપુરામાં આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ માટે સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા આવી સવા વર્ષ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.જેને લઈને પત્ની, સાળા અને 10 ટકા વ્યાજે રૂપિયા ધીરનારાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે.આત્મહત્યા પહેલાં કુલદીપ શર્માએ 12 પેજની સુસાઇડ નોટ લખી હતી.
મૃતક કુલદીપ શર્માના પિતા જીતેન્દ્ર શર્માએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેમના પુત્ર કુલદીપ શર્માનાં લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલાં રેખા નામની યુવતી સાથે થયાં હતાં.લગ્ન બાદ કુલદીપ અને રેખા અમદાવાદમાં સિમેન્ટ,સળિયા વગેરે બિલ્ડિંગ મટિરિયલ ટ્રેડિંગનું કામકાજ કરતાં હતાં.
9 જૂન 2021ના રોજ મારા દીકરા કુલદીપે મને ઝેરી દવા પીને ફોન કરી જણાવ્યું કે “લોકોના પુષ્કળ દબાણના કારણે અને મારી પત્ની રેખાએ મને દગો આપ્યો છે જેથી મેં ઝેરી દવા પી લીધી છે અને એ લોકોને છોડશો નહીં. રેખાએ મારી સાથે ખોટું કર્યું છે અને મારી પત્ની રેખાના ગૌરવ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ છે.”પરંતુ રાત્રે 10 વાગ્યે કુલદીપ જાતે જ ઘરે આવ્યો અને કોઇ વાત કર્યાં વિના સૂવા જતો રહ્યો હતો.
જો કે ત્યારે તો પુત્ર સ્વસ્થ દેખાતા મેં રાહતનો શ્વાસ લીધો અને હું પણ સુઈ ગયો.બીજા દિવસે પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેને હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં તેણે સુસાઇડ નોટ બેગમાં મુક્યાની વાત કરી હતી. બાદમાં સારવાર દરમિયાન તેનું મરણ થતા પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી હતી.મોમ, ડેડ, આઇ લવ યુ સો મચ, ઉર્વિક આઇ લવ યુ બેબી. સૉરી પાપા.મેરી વાઇફને ઉનકા સાથ દિયા તો મુજે સબસે જ્યાદા દુઃખ હુવા ઔર મેં ટૂટ ગયા.
ઉસકે (પત્ની રેખા) અફેર કી બાત જાનને કે બાદ ભી મૈંને બોલા કોઇ નહીં છોડ સબ. ફીર ભી વો અપને મા-બાપ કે કહે મૈં ચલી ગયી, મુજે છોડ કે, વો મુજસે બરદાસ્ત નહીં હુવા. મૈંને ઉસે બહોત પ્યાર કિયા થા, પર વો મુજે પ્યાર નહીં કરતી થી. મેરે ઘરવાલોને મુઝે અમદાવાદ નહીં જાને કો કહા. મગર મેરી પત્ની મુજે અમદાવાદ લે ગઇ, ક્યોંકી ઉસકા બોયફ્રેન્ડ અમદાવાદ મેં થા.
મુજે બોલા કી બિઝનેસ કરેંગે, પર મુજે નહીં પતા થા કી યે સબ હોગા. મેરે મોમ ઔર ડેડને રેખા કો ઔર મુજે બોલા થા કી વહાં કુછ ભી હુવા તો ઉસકે જિમ્મેદાર હમ લોગ હી હોંગે.ગુજરાતી હિન્દી સ્ટાઇલમાં કુલદીપે લખ્યું છે કે મેરા સામાન મેરે ઘર ઔર ઓફિસ મેં હૈ, જો મેરે ઘરવાલો કો સોંપ દિયા જાય. મેરે મોમ, ડેડ કો મેરા ઘર, ઓફિસ કેસર એટલાન્ટા, એસજી હાઇવે અમદાવાદ મેં હૈ, મૈ ઉનકે નામ લીખ રહા હૂં. અમૂલ લોગોને જો ભી લખાણ કિયા હૈ વે જબરદસ્તી કિયા હૈ.
મુજે મારા ઔર 2 દિન ઘર મેં બંદ કર દિયા થા. મૂડી સે જ્યાદા વ્યાજ લે ચૂકે હૈ, ઇસ લિયે કુછ ભી દેને કો નહીં નિકલતા. મેરે ઘરવાલો કોઇ પરેશાન મત કરના. અમીતકાકા બહુત ધમકી દેતે થે. સબ લોગોને મુજે બહોત હેરાન કિયા, કિસિકો મત છોડના. મેરી પૂરી જિંદગી ખરાબ કી હૈ ઇસ લિયે મુજે આત્મહત્યા કરની પડ રહી હૈ. મેરે ખુદ કે ઘરે મેં ભી નહીં જા સકતા બોલો મેં ક્યા કરું. પ્લીઝ કિસિકો મત છોડના, નહીં તો મેરી આત્મા ભટકેગી.આ સાથે તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેને આત્મહત્યા કરવા મજબૂર કરનાર લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને આ સાથે તેને સુસાઇડ નોટમાં આઠ વ્યક્તિઓના નામ પણ લખ્યા હતા.આ બાબતે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.