પત્નીને બીજા યુવક સાથે પ્રેમ હતો તો તે વાતની જાણ પતિને થતા પતિએ પત્ની સાથે જે કર્યું તેનાથી આખા પરિવારમાં ખરભરાટ મચી ગયો.
ઘણા પતિ પત્નીના અવનવા કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા તો એવા કિસ્સાઓ બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સંખેડા તાલુકામાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે માલુ ગામની સીમમાં રાતનાં સમયે ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
તો ત્યાંના સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ સંખેડા પોલીસને કરી તો તરત જ પોલીસની ટિમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પોલીસે બધી તપાસ કરીને મહિલાનો મૃતદેહ જોયો, મૃત્યુ થયેલી મહિલાના દીકરા પરેશ વિષ્ણુભાઈ નાયકે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સવારે સાડા છ વાગે મારા પિતાએ ફોન કરીને જણાવ્યું હતું કે તારી માતાનું મૃત્યુ થયું છે.
રાતના અગિયાર વાગ્યા સુધી મારી માતા ઘરે પરત ન આવી એટલે મારા પિતા ખેતર બાજુ તપાસ કરવા ગયા તો ગોપાલભાઈ બારીયાના ખેતરમાં મારી માતા તેના પ્રેમી પ્રવીણભાઈ સાથે જોવા મળી એટલે મારા પિતા વિષ્ણુભાઈએ ના કરવાનું કર્યું તો મારી માતાનું મૃત્યુ થઇ ગયું, નિરુબેન માલુ ગામના રહેવાસી હતા. વિષ્ણુભાઈ સુરત શહેરમાં હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેથી વિષ્ણુભાઈ એક-બે મહિને તેમના માલુ ગામે આવતા હતા, વિષ્ણુભાઈને જયારે જાણ થઇ કે તેમની પત્ની નિરુને ગામમાં કોઈની સાથે પ્રેમ થઇ ગયો છે, તેથી વિષ્ણુભાઈ કોઈને જણાવ્યા વગર માલુ આવી પહોંચ્યા અને તેમની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ ગયા તો વિષ્ણુભાઈએ તેમની પત્નીને ઘા કરીને હત્યા કરી નાખી હતી. તેથી હાલમાં પોલીસ આ કેસની તપાસ કરીને આગળની વધુ તપાસ કરશે.