પત્નીથી કંટાળેલા પતિએ પોતાની દીકરી અને ભત્રીજો અને ભાઈ સાથે કારમાં બેસીને પોતાની જિંદગી ટૂંકી કરી,મારતા પહેલાનો જુઓ આ વિડીયો…. – GujjuKhabri

પત્નીથી કંટાળેલા પતિએ પોતાની દીકરી અને ભત્રીજો અને ભાઈ સાથે કારમાં બેસીને પોતાની જિંદગી ટૂંકી કરી,મારતા પહેલાનો જુઓ આ વિડીયો….

પંજાબમાં આત્મહત્યાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે.ફિરોઝપુર જિલ્લામાં એક વ્યક્તિએ પુત્રી-ભત્રીજા અને ભાઈને પહેલા કારમાં બેસાડીને ઝડપી કારને નહેરમાં ઝંપલાવી દીધી.આ ઘટનામાં ચારેયના મોત થયા છે.મંગળવારે કલાકોની જહેમત બાદ પોલીસે ચારેય મૃતદેહો અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી.

વિગતવાર જણાવીએ કે પંજાબના ફિરોઝપુર શહેરમાં રહેતા બુધવારા વાલા મોહલ્લાના રહેવાસી જસવિંદર સિંહ ઉર્ફે રાજુ (33),તેના ભત્રીજા અગમ (11) અને પુત્રી ગુરલીન કોર (11) અને તેના મોટા ભાઈ હરપ્રીત ઉર્ફે બંટુ સાથે કારને ગાલખુર્દ નહેરમાં કુદાડી દીધી હતી. .ગોતાખોરોએ કારને કેનાલમાંથી બહાર કાઢી છે.પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

મૃતક જસવિન્દર સિંહ ઉર્ફે રાજુએ 2 દિવસ પહેલા પણ તેના ફેસબુક પર લાઈવ થઈને તમામ દુ:ખ વર્ણવ્યું હતું અને પોતે મરવાની વાત કરી હતી.જો કે આ બાદ પણ કોઈએ તેની મદદ કરી નોહતી.એટલું જ નહિ મરતા પહેલા આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં કાર ચલાવતો જસવિન્દર સિંહ જોર જોરથી પોતાના મોતનું કારણ જણાવી રહ્યો છે.

વીડિયોમાં તેણે પત્ની પર તે જ વિસ્તારના ફાઇનાન્સર સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.સાથે જ તેણે એમ પણ કહ્યું કે તેની સાસુ અને સાળી તેનું ઘર થવા દેતા નથી.એટલું જ નહિ તેણે પોતાના બાળકોને પણ પૂછ્યું કે તે જીવવા માંગે છે ? ત્યારે તેમને પણ ના કહેતા આ રૂંવાડા ઉભા કરી દેનારું પગલું તેને ભર્યું હતું.

નહેરમાં કાર પડાવનાર મૃતક જસવિંદર સિંહના પુત્ર દિવ્યાંશ અને ભાઈ સોનુએ આપેલી માહિતી મુજબ જસવિંદર સિંહ ઉર્ફે રાજુ ઘણા સમયથી પરેશાન જોવા મળ્યો હતો.તેની પત્ની કોઈ ફાઇનાન્સર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી.જેના કારણે જસવિંદર સિંહ ઉર્ફે રાજુ અને તેની પુત્રી અને પુત્ર પરેશાન થઈ ગયા હતા.

જેના કારણે આજે જસવિન્દર સિંહ ઉર્ફે રાજુએ તેની ભત્રીજી અગમ પુત્રી ગુરલીન અને તેના મોટા ભાઈ હરપ્રીત ઉર્ફે બંટુ સાથે ગાલખુર્દ નહેરમાં કાર જંપલાવી દીધી હતી.આ કેસમાં પરિવારે દોષિતો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. બીજી તરફ એસએચઓ અભિનવ ચૌહાણે જણાવ્યું કે ચારેયના મોત થયા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.