પત્નીએ તેના પતિના આ એક કારણથી તેની પ્રેમિકા સાથે મંદિરમાં વિધિસર બીજા લગ્ન કરાવ્યા, કારણ જાણીને તમે પણ ચોકી પડશો….. – GujjuKhabri

પત્નીએ તેના પતિના આ એક કારણથી તેની પ્રેમિકા સાથે મંદિરમાં વિધિસર બીજા લગ્ન કરાવ્યા, કારણ જાણીને તમે પણ ચોકી પડશો…..

હાલમાં ઘણા અવનવા ચોંકાવનારા કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ ચોંકાવનારો કિસ્સો આંધ્રપ્રદેશમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આંધ્રપ્રદેશના તિરુપતિમાં રહેતી એક મહિલાએ તેના પતિના લગ્ન બીજી અન્ય મહિલા સાથે મંદિરમાં વિધિસર કરાવ્યા હતા.

આ યુવકનું નામ કલ્યાણ હતું, આ યુવક તિરુપતિના દક્કાલીના આંબેડકર નગરનો વતની હતો, કલ્યાણ હાલમાં વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ જ સક્રિય હતો અને ખાસ કરીને તેમાં તે યુટ્યુબ અને શેર ચેટ સહિત ઘણા બધા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરતો હતો અને પોસ્ટ કરેલા વિડિઓ પણ લોકોને ગમતા હતા.

કલ્યાણ થોડા વર્ષો પહેલા કુડ્ડાપાહમાં રહેતી વિમલાને મળ્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થવા લાગી એટલે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી, તે પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા અને સાથે રહેવા લાગ્યા હતા, લગ્ન બાદ કલ્યાણ અને વિમલાએ સાથે મળીને વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને તે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના શરૂ કર્યા હતા.

બંને લોકો તેમનું જીવન સુખેથી જીવી રહ્યા હતા, ત્યારબાદ કલ્યાણ થોડા સમયથી મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું, ત્યારબાદ વિમલાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કલ્યાણ નિત્યા શ્રી નામની એક યુવતીમાં આકર્ષિત થઈ રહ્યો હતો અને તે યુવતી વિશાખાપટ્ટનમની હતી, નિત્યાશ્રી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને તે પણ વીડિયો બનાવીને પોસ્ટ કરતી હતી.

તેથી તેની મુલાકાત કલ્યાણ સાથે થઈ અને બંને વચ્ચે વાતચીત થવાની શરૂ થઇ હતી, ત્યારબાદ નિત્યા કલ્યાણના વિસ્તારમાં રહેવા આવી અને જયારે નિત્યાને ખબર પડી કે કલ્યાણ પરણિત છે તો તે દુઃખી થઇ ગઈ, તે પછી નિત્યાએ કલ્યાણ સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી પણ બંને એકબીજા વગર રહી શકતા ન હતા.

તે પરિસ્થિતિમાં નિત્યા કલ્યાણના ઘરે આવી અને દરવાજો ખખડાવ્યો તો વિમલાએ દરવાજો ખોલ્યો તો નિત્યાને તેને હાથ જોડીને તેના કલ્યાણના સંબંધ વિશે જણાવ્યું અને નિત્યાએ કલ્યાણ સાથે લગ્ન કરીને સાથે રહેવાની વિમલાને કહ્યું તો વિમલાએ લાંબા વિચાર બાદ નિત્યા અને કલ્યાણના મંદિરમાં વિધિસર લગ્ન કરાવ્યા અને હવે ત્રણેય એકસાથે એક જ છતની નીચે રહેશે.