પતિ-પત્ની બનીને આ જગ્યા પર રહેતા હતા આફતાબ અને શ્રદ્ધા,6 મહિના સુધી ભેગા રહ્યા પછી થયું…… – GujjuKhabri

પતિ-પત્ની બનીને આ જગ્યા પર રહેતા હતા આફતાબ અને શ્રદ્ધા,6 મહિના સુધી ભેગા રહ્યા પછી થયું……

તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા.એક આફતાબ નામના વ્યક્તિએ તેની લિવ ઇન મહિલા પાર્ટનર શ્રધ્ધાની હત્યા કરી તેના 35 ટુકડા કરી દીધા અને તેને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા.આ સમાચાર સામે આવતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પોલીસે હત્યારા આફતાબની ધરપકડ કરી છે.હત્યારા આફતાબ પુનાવાલાએ પોલીસ સામે પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો છે.

આ હત્યાને લઈને આફતાબે પોલીસ સમક્ષ ઘણા બધા ખુલાસો પણ કર્યા છે. પોલીસ પુછપરછમાં હત્યા પાછળનું કારણ બંને વચ્ચેના ઝઘડા હોવાનું પણ સામે આવ્યું છે.આફતાબે પોલીસને જણાવ્યું હતું કે જયારે તે મુંબઈમાં રહેતા હતા ત્યારે જ બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા હતા.

આફતાબે કહ્યું છે કે મૃતદેહના ટૂકડાઓને જોઈને તે રાહત અનુભવતો હતો.પોલીસની પૂછપરછમાં તેણે આ હકીકતનો સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે.મૃતકની લાશનો નિકાલ કર્યા બાદ તેણે ફ્લેટ પણ બદલી નાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીની અન્ય એક મહિલા મિત્ર દિલ્હીમાં જ રહે છે.તે આ મહિલા મિત્રના સતત સંપર્કમાં હતો.આ મહિલા મિત્ર આફતાબને મળવા ગઈ હતી જ્યારે શ્રદ્ધાના શરીરના અંગો ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા.

આરોપી અને શ્રદ્ધા માર્ચ મહિનામાં ઉત્તર ભારતના પ્રવાસે મુંબઈથી નીકળ્યા હતા.તેઓ મસૂરી,નૈનીતાલ,દેહરાદૂન,કસૌલી અને પાર્વતી હિલ્સ વગેરે સ્થળોએ ગયા હતા.આ પછી તે મે મહિનાના પહેલા સપ્તાહમાં દિલ્હી આવ્યો હતો.તેમણે એક દલાલ મારફતે છતરપુર વિસ્તારમાં ભાડેથી ફ્લેટ લીધો હતો.હજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.