પતિ પત્ની બંને મજૂરી કામ કરે છે તો પણ પરિવારને બે ટાઈમ સરખું ખાવાનું નહતું મળતું તો અજાણ્યા યુવકો આ પરિવાર માટે દેવદૂત બનીને સામે આવ્યા…. – GujjuKhabri

પતિ પત્ની બંને મજૂરી કામ કરે છે તો પણ પરિવારને બે ટાઈમ સરખું ખાવાનું નહતું મળતું તો અજાણ્યા યુવકો આ પરિવાર માટે દેવદૂત બનીને સામે આવ્યા….

માતા પિતા પોતાના બાળકો માટે અથાગ તકલીફો વેઠતા હોય છે અને પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બાળકોને ભણાવતા હોય છે. આજે અમે તમને એક એવા જ પરિવાર વિષે જણાવીશું કે જે ખુબજ તકલીફમાં પોતાના દિવસો પસાર કરવા માટે મજબુર બની ગયા છે.

આ પરિવાર ગાંધીનગરમાં રહે છે. તે ખુબજ ગરીબ છે આજે ખાવા પીવા અને બાળકોને ભણાવવામાં પણ ખુબજ તકલીફ પડે છે.ગાંધીનગરના રમેશ ભાઈ પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં એક કાચા મકાનમાં રહે છે.

રમેશ ભાઈ અને તેમની પત્ની બને ખુબજ મજૂરી કરે છે પણ તેમની કમાણીથી માંડ માંડ ઘર ચાલે છે. એવા દિવસો આવી ગયા છે કે બાળકોને ભણવામાં જે સ્કોલરશીપ મળે તેનાથી બાળકોને ભણવાનો ખર્ચ નીકળી જાય છે. રમેશ ભાઈના ત્રણ બાળકો છે.

રમેશ ભાઈ છૂટક મજૂરી કરે છે અને દરરોજના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા કમાય છે. જે પરિવારના ખાવા પીવામાં વપરાઈ જાય છે. તેમને પરિવાર ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હતી. આ પરિવારની જાણ થતા અમુક સેવાભાવિ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની મદદ કરવાનું નક્કી કર્યું હતું.

અને ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને તેમને પરિવારની સ્થિતિ જોઈ તો.તેમને પણ થયું કે આ પરિવારની સ્થિતિ ખુબજ ખરાબ છે. તો તે યુવકોએ રમેશ ભાઈના પરિવારને મહિનાની કરિયાણાની કીટ આપી અને કહ્યું એક તે પોતાના જીવનમાં શાંતિથી ખાઈ પી શકે. તેમને કહ્યું કે જયારે સુધી તેમની તાકાત હશે તે ત્યાર સુધી કરિયાણું પહોંચાડશે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *