પતિનું બીમારીને લીધે સારવાર વખતે મૃત્યુ થઇ જતા પતિના મૃતદેહને જોઈને તરત જ પત્નીનું પણ અવસાન થઇ ગયું તો તેમની બંને દીકરીઓએ અર્થીને કાંધ આપીને રડતા રડતા એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કર્યા….. – GujjuKhabri

પતિનું બીમારીને લીધે સારવાર વખતે મૃત્યુ થઇ જતા પતિના મૃતદેહને જોઈને તરત જ પત્નીનું પણ અવસાન થઇ ગયું તો તેમની બંને દીકરીઓએ અર્થીને કાંધ આપીને રડતા રડતા એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કર્યા…..

જયારે યુગલો લગ્ન કરે છે એટલે અગ્નિની સાક્ષીએ સાથે રહેવાની કસમો ખાય છે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એક બીજા વ્યક્તિનો સાથ નિભાવતા હોય છે. આ વાત બધા જ લોકો જાણે છે,પણ આજે આપણે જે દંપતી વિષે વાત કરવાના છીએ જેમાં પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું અને તેમના મૃતદેહને જોઈને પત્નીએ પણ દુનિયાને અલ્વિદા કહી દીધું હતું.

પત્ની ૭૫ વર્ષની હતી અને પતિ ૭૮ વર્ષના હતા,પતિનું મૃત્યુ થઇ જતા પત્ની તેનું દુઃખ સહન જ ના કરી શકી અને તેથી જ બંનેના મૃત્યુ થઇ ગયા. આ કિસ્સો રાજસ્થાનના નાગૌરના રૂના ગામનો છે, અહીંયા ૭૮ વર્ષીય પતિને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હતી એટલે તેઓને જોધપુર સારવાર માટે લઇ જવાય હતા અને તેમનું રવિવારે ચાર વાગે અવસાન થઇ ગયું હતું.

તેમના મૃતદેહને ૮ વાગે તેમના વતને લાવવામાં આવ્યો અને તે જોઈને પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું હતું. આ પતિનું નામ રાણારામ સેન હતું અને તેમના પત્નીનું નામ ભંવરી દેવી હતું. આ બંનેને કોઈ દીકરાઓ નથી તેમને ખાલી બે દીકરીઓ જ છે જેમના લગ્ન થઇ ગયેલા છે.

માતા-પિતાના મૃત્યુ પછી બંને દીકરીઓએ અર્થીને કાંધ આપીને આખા ગામે ભેગા થઈને અંતિમ વિદાય આપી હતી.ગામના લોકોએ એવું કહ્યું કે, આ બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો અને તેઓએ સાચો પ્રેમ નિભાવ્યો છે. આ પ્રેમનું ઉદાહરણ જોઈને ગામના લોકો તેમના પ્રેમ વિષે ચર્ચા કરી રહ્યા છે. એક સાથે આ દુનિયાને છોડી જનાર દંપતી જે આજે ચર્ચાનો વિષય બની છે.