પતિની બંને કિડની ખરાબ થઇ ગઈ હતી તો પત્નીએ લગ્ન મંડપમાં સાત જન્મ સુધી સાથે રહેવાની કસમો સાચી સાબિત કરીને પતિને પોતાની એક કિડની દાન કરીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

પતિની બંને કિડની ખરાબ થઇ ગઈ હતી તો પત્નીએ લગ્ન મંડપમાં સાત જન્મ સુધી સાથે રહેવાની કસમો સાચી સાબિત કરીને પતિને પોતાની એક કિડની દાન કરીને નવું જીવનદાન આપ્યું.

પતિ-પત્નીનો સબંધ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સબંધ ગણવામાં આવે છે કેમ કે પતિ તેની પત્ની માટે અને પત્ની તેના પત્ની માટે બધું જ કરવા માટે હંમેશા તૈયાર રહીતા હોય છે. જેમાં જો પતિ બીમાર પડે કે પછી પત્ની બીમાર પડે તો બંનેને એક બીજાની ખુબ જ ચિંતા થતી હોય છે.એવી જ રીતે બંને એક બીજાનો સાથે સુખમાં અને દુઃખમાં પણ આપતા હોય છે.આજે આપણે એક એવી જ પત્ની વિષે જાણીએ જે રાજસ્થાનના કોટા જિલ્લાની છે. કોટામાં રહેતો સમીર નામનો યુવક જે એક બેંકમાં નોકરી કરતો હતો અને તેની એકાદ વર્ષથી બીમાર રહેતો હતો.

અને તેની તપાસ કરાવતા એવું જાણવા મળ્યું કે તેની બંને કિડની ખરાબ છે. જેમાં તેની સારવાર માટે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ હતો.પણ આ ખર્ચો એટલો બધો થાય એવો હતો કે પરિવાર એટલો ખર્ચો ઉપાડી શકે એમ નહતું.

સાથે તેમને કિડની પણ કોઈ આપવા માટે એ વખતે કોઈ તૈયાર નહતું. તો આવી સ્થિતિમાં સમીરની પત્નીએ તેના પતિના કિડની દાન કરવાનું કહ્યું હતું. તો ડોક્ટરોએ પત્નીની કિડની મેચ કરી હતી અને બંનેની કિડની મેચ થઇ ગઈ હતી પછી પરિવાર આ ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે એવું નહતું.

તો કોટા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ ઓપરેશન કરવા માટે નક્કી કર્યું હતું અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ આ ઓપરેશન પછી પતિને પત્નીના આ દાનથી નવું જીવનદાન મળ્યું હતું. આમ પત્નીએ પતિની સાથે લગ્ન કરીને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન નિભાવીને મોટો દાખલો બેસાડ્યો છે. આમ આ ટ્રાન્સપ્લાન્ટ પછી તબીબો તેમને નિરીક્ષણમાં રાખશે.