પતિના મૃત્યુ બાદ સસરાની કરોડોની મિલકત મેળવા રચ્યું કાવતરું, હકના 50કરોડ રૂપિયા લીધા બાદ પણ મહિલાએ…, જાણો… – GujjuKhabri

પતિના મૃત્યુ બાદ સસરાની કરોડોની મિલકત મેળવા રચ્યું કાવતરું, હકના 50કરોડ રૂપિયા લીધા બાદ પણ મહિલાએ…, જાણો…

આંબલી અમદાવાદના વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરીયાઓની મિલકતોમાં ભાગ મેળવવા માટે મોટું કાવતરું રચ્યું હતું. પુત્રવધુએ પિતા અને ભાઇ તથા નામચીન અને કૌભાંડી જમીન દલાલ સાથે મળી આ કાવતરું રચતા ફરિયાદ નોંધાઇ જેમાં યુવતીએ પોતાના ભાઈ પિતા અને જમીનનું કામ કરતા વ્યક્તિ સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની સાસરિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદના આંબલી વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ સાથે પહેલાં રહેતી બીના પટેલે પતિ ચિંતનના મૃત્યુ બાદ ષડયંત્ર રચીને ન માત્ર પતિના ભાગની મિલકત, પરંતુ સસરાની માલિકીની મિલકતમાં પણ પોતે વારસદાર હોય તેવું દર્શાવીને કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર મામલે મૃતક ચિંતન પટેલના મોટાભાઈ અમરીશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં બીના પટેલ, મિતેશ પટેલ, રમેશ પટેલ સહિત ઉમંગ પાલુદરિયા નામના તલાટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અમરીશ પટેલના નાના ભાઈ ચિંતન પટેલને બે વર્ષ પહેલા કોરોનામાં હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા, જેના થોડા સમય બાદ થી જ તેની પત્ની બીના પટેલે પોતાના ભાઈ મિતેષ પટેલ અને હિંમત પટેલ સાથે મળીને પતિની મિલકત મેળવવા માટે અવારનવાર માંગ કરી અને અંતે મોટું કાવતરું રચ્યું હતું.

મહત્વનું છે કે આરોપી બીના પટેલના સસરા જગદીશ પટેલે દીકરાના મોત બાદ દીકરાના ભાગની અંદાજે 30 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી સંપત્તિ પુત્રવધુ અને તેની દીકરીઓના નામે કરી નાખી હતી જો કે તેમ છતાં પણ પુત્રવધુ બીના પટેલે રમેશ મેશિયા સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલ મૃત્યુ પામ્યા હોય તેવું દર્શાવી પોતાના પતિ ચિંતન પટેલના મૃત્યુનું સર્ટિફિકેટ રજુ કરી. જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરી ઓની વારસદાર તરીકે એન્ટ્રી કરાવી નાખી હતી.

ફરિયાદી અમરીશ પટેલે ઓનલાઇન પિતાની માલિકીનો સાત બારનો ઉતારો ચેક કરતા તેમાં આ સમગ્ર બાબત સામે આવતા તપાસ કરતા બીનાએ પોતાના મળતીયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃતિઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમરિશ પટેલે બે મહિના પહેલા કરેલી અરજીને ધ્યાને રાખીને બીના પટેલે પણ ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે હાલ તો સરખેજ પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવા તજવીજ કરી છે.