પતિના મૃત્યુ પછી બધા જ સબંધીઓ એ સબંધ તોડી નાખ્યો, આજે દૂધ લેવા ઘરમાં ૫ રૂપિયા પણ નથી…. – GujjuKhabri

પતિના મૃત્યુ પછી બધા જ સબંધીઓ એ સબંધ તોડી નાખ્યો, આજે દૂધ લેવા ઘરમાં ૫ રૂપિયા પણ નથી….

અમુક લોકોના જીવનમાં એટલી તકલીફો આવી પડે છે કે જેણે જોઈને લાગે કે ભગવાને આમના પર જ તકલીફોનો ટોપલો ખાલી કરી દીધો છે. અમદાવાદના જસુમતી બેનના જીવનમાં પણ કઈ આવું જ થયું. આજે તેમની આગળ પાછળ કોઈના હોવાથી આજે ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવે છે.

આજે તેમની પાસે દૂધ લેવા માટે ૫ રૂપિયા પણ નથી.જસુ બેને જણાવ્યું કે તેમાં પતિને કેન્સર હતું અને યોગ્ય સારવાર ના મળતા તેમનું આજથી ૫ વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. જસુ બેને જણાવ્યું કે જયારે તેમના પતિ જીવિત હતા ત્યારે બધા જ સબન્ધીઓ તેમની સાથે સબન્ધ રાખતા હતા.

તેમના ઘરે આવતા હતા રહેતા હતા પણ જેવું તેમાં પતિનું મૃત્યુ થઇ જતા. આજે બધા જ લોકોએ તેમની સાથે સબંધ તોડી નાખ્યો છે.આજે તેમની સગી બહેન પણ તેમના ઘરે નથી આવતી. તેમની આવી પરિસ્થિતિ છે. તો પણ કોઈ પોતાનું એમ પૂછવા માટે નથી આવતું કે કોઈ મદદની જરૂર છે કે નથી.

જસુ બેન પણ બીમાર હોવાથી તેમનાથી પણ કઈ કામ થઇ શકે તેમ નથી. માટે તે કોઈ કામ કારી શકે તેવા નથી. માટે તે આવી રીતે ઓશિયાળું જીવન જીવવા માટે મજબુર બની ગયા છે.

જસુ બેને કહ્યું કે આજે દિવાળીનો તહેવાર છે અને ઘરમાં ખાલી ૩ રૂપિયા જ છે. આજુ બાજુના લોકો તેમને થોડી ઘણી મદદ કરી દે તેનાથી તેમનું જીવન ચાલી જાય છે. નહિ તો માંગીને ખાવાના દિવસો આવી જાય. તેમની આવી સ્થિતિની ખબર પડતા સમાજ સેવા કરતા યુવકો ત્યાં આવી ગયા હતા. તેમને જસુ બેનને કરિયાણું આપીને તેમની ખાવાની સમસ્યા દૂર કરી દીધી અને દીકરાની ફરજ નિભાવી.

Credit By – SARVA SAMARTH FOUNDATION,GOOGLE PAY :- 9737879754, PHONE PAY :- 9737879754, BANK DETAILS , Bank Name : IDFC BANK , Name : Sarva Samarth Foundation,( Saving Account ), Account Number:- 10071354099, IFSC :- IDFB0040317, MICR Code : 380751014, Branch :- Rakhiyal , Ahmedabad, Helpline Number : 9737879754