પતિના મૃત્યુ પછી પત્નીએ પેટે પાટા બાંધીને દિવસ રાત એક કરી તેમની ત્રણ દીકરીઓને ભણાવી તો ત્રણેય દીકરીઓએ અધિકારી બનીને સ્વર્ગવાસી પિતાનું અધૂરું સપનું પૂરું ર્ક્યું. – GujjuKhabri

પતિના મૃત્યુ પછી પત્નીએ પેટે પાટા બાંધીને દિવસ રાત એક કરી તેમની ત્રણ દીકરીઓને ભણાવી તો ત્રણેય દીકરીઓએ અધિકારી બનીને સ્વર્ગવાસી પિતાનું અધૂરું સપનું પૂરું ર્ક્યું.

આજે બધા જ માતા-પિતા તેમના બાળકો માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને સારો એવો અભ્યાસ કરાવીને બાળકોનું જીવન સુધારી દેતા હોય છે. આજે એક એવા જ માતા વિષે જાણીએ જેઓએ એકલા હાથે મહેનત કરી અને તેમની ત્રણ દીકરીઓને સારી નોકરી અપાવીને મોટી સફળતા મેળવી છે.

આ મહિલાના પતિનું મૃત્યુ થયું છે.તેમનું નામ મીરા દેવી છે અને તેઓએ તેમની દીકરીઓને સારો એવો અભ્યાસ કરાવ્યો છે અને આજે ત્રણેય દીકરીઓ રાજસ્થાનમાં વહીવટી સેવામાં ફરજ બજાવી રહી છે,

આ દીકરીઓના નામ કમલા ચૌધરી, ગીતા ચૌધરી અને મમતા ચૌધરી છે, મીરા દેવીના પતિનું અવસાન થયું તો તેઓએ તેમના પરિવારની અને બાળકોની એકલા હાથે બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી.

તેઓ મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના સારંગ કા બસ ગામના રહેવાસી છે, તેમના પતિ ગોપાલભાઈનું ઘણા સમય પહલે મૃત્યુ થઇ ગયું હતું તો તેમના ચાર બાળકોની બધી જ જવાબદારી તેમની પર આવી હતી.

એ સમયે તેમના પતિની એવી ઈચ્છા હતી કે તેમની દીકરીઓ સારી એવી પોસ્ટ પર નોકરી કરે તો મીરા દેવીએ તેમના પતિની ઈચ્છા પુરી કરવા મહેનત કરી હતી.મીરા દેવીએ જાતે ઘણા સંઘર્ષો વેઠીને આગળ વધ્યા હતા અને તેમના બાળકોને ભણાવ્યા હતા,

તેમના સંબંધીઓએ તેમની દીકરીઓના લગ્ન કરાવવા કહ્યું પણ તેઓએ દીકરીઓ અભ્યાસ કરાવ્યો હતો. સાથે સાથે ત્રણેય દીકરીઓએ પણ મહેનત ચાલુ કરી હતી. પહેલા ત્રણેય દીકરીઓએ UPSC ની પરીક્ષા આપી અને તેમા નાપાસ થયા પછી રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરીને મોટી સફળતા સાથે પિતાનું અધૂરું સપનું પૂરું કરીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.