પતિના મૃત્યુ પછી આ મહિલાએ તેમના દીકરાને ચા વેચીને ભણાવ્યા તો હાલમાં દીકરાએ પણ વૈજ્ઞાનિક બનીને માતાની મહેનતને સાચી સાર્થક કરી. – GujjuKhabri

પતિના મૃત્યુ પછી આ મહિલાએ તેમના દીકરાને ચા વેચીને ભણાવ્યા તો હાલમાં દીકરાએ પણ વૈજ્ઞાનિક બનીને માતાની મહેનતને સાચી સાર્થક કરી.

આજના સમયમાં બધા જ માતા-પિતા તેમના બાળકો માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને તેમના બાળકોની બધી જ જરૂરિયાતો પુરી પણ કરતા હોય છે. તો તેમના બાળકો પણ ભણવામાં મોટી સફળતા મેળવીને તેમના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે.આજે આપણે એક એવા જ વિદ્યાર્થી વિષે જાણીએ જે હાલમાં સાઈન્ટીસ્ટ બન્યો છે.આ કિસ્સો ઉત્તરપ્રદેશના રામનગરીના ખજુરાવર ગામમાં રહેતા વિશાલ વર્મા જેઓએ દિવસ રાત એક કરી છે અને તેમના માતાની મહેનતની સાચી સાર્થક કરી છે.

તેમના માતાનું નામ શાંતિ દેવી છે અને તેઓ અહીંયા સુધી ઘણી મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પહોંચ્યા છે. તેમના મૃત્યુ પછી આખા પરિવારની બધી જ જવાબદારી તેમની પર આવી ગઈ હતી.જેથી પતિ જે ચાની દુકાન ચલાવતા હતા એ દુકાન ચાલુ કરીને તેઓએ પણ ચા વેચવાનું ચાલુ કર્યું હતું. આમ તેમાંથી દીકરાના ઉછેર સાથે સાથે દીકરાને અભ્યાસ પણ કરાવ્યો હતો, હાલમાં આ દીકરાએ સતત મહેનત કરીને ભારત સરકારના અણુ ઉર્જા મંત્રાલય હેઠળની પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરમાં તેમની વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામ્યા છે.

સતિપ્રસાદ વર્માનું અવસાન ૨૦૧૭ માં અવસાન થઇ ગયું હતું, તેમને બે દીકરાઓ અને એક દીકરી છે. પિતા ચાની લારી ચલાવતા હતા અને તેમાં પણ ઘણી મોટી મુશ્કેલીઓમાં તેઓ તેમના દિવસો પસાર કરતા હતા.

આવી જ રીતે હાલમાં પિતાના અવસાન પછી માતાએ બધા જ બાળકોની અને ઘરની જવાબદારી ઉપાડીને આવી કપરી પરિસ્થિતિમાં મહેનત કરી છે.માતાએ મહેનત કરીને તેમના બાળકોને આગળ વધાર્યા અને મોટો દીકરો વિકાસ જુનિયર એન્જીનીયર દીકરી પોલીસ અને હાલમાં તેમના નાના દીકરાએ પણ મોટી સિદ્ધિ મેળવી છે. આમ આજે દીકરાએ પણ માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે.