પતિએ બેન્કની નોકરી છોડીને બાળકોને સાચવ્યા તો પત્નીએ ઉચ્ચ ન્યાયિક સેવાની પરીક્ષા પાસ કરી જજ બનીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું….
દરેક લોકોને તેમના જીવનમાં આગળ વધવું હોય છે અને તેની માટે દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક સફર વ્યક્તિ પાછળ તેમની પત્નીનો હાથ હોય છે. એવી જ રીતે ઘણી એવી મહિલાઓ પાછળ તેમના પતિનો પણ હાથ હોય છે.
આજે એક એવા જ મહિલા વિષે જાણીએ જેમની સફળતા પાછળ તેમના પતિનો હાથ છે.આ મહિલાએ જજ બનીને ઇતિહાસ રચી દીધો છે, આ મહિલા રાજસ્થાનના જયપુરના છે અને તેમનું નામ મંજુલા ભાલીયા છે.
તેઓએ તેમનો શરૂઆતનો અભ્યાસ અજમેરમાં કર્યો હતો, પછી તેઓએ LLB ની અભ્યાસ કરીને લંડનમાં એમબીએનો અભ્યાસ કર્યો હતો. તેઓએ ત્યાં બે વર્ષ સુધી નોકરી પણ કરી હતી અને તેઓ અભ્યાસ કરતા હતા એટલે તેમની મુલાકાત સુમિત સાથે થઇ હતી.
સુમિત હરિયાણાના રોહતકના રહેવાસી છે અને તેઓએ તેમની સાથે લગ્ન કર્યા હતા, મંજૂલાએ ફરી અભ્યાસ ચાલુ કર્યો હતો. મંજૂલાએ જજ ની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી અને તેની માટે સુમિતે તેમની બેન્કની નોકરી પણ છોડી દીધી હતી. આ પરીક્ષા ઉત્તરપ્રદેશની ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષાનું હાલમાં રિઝલ્ટ આવ્યું હતું જેમાં તેઓ પાસ થઇ ગયા હતા. સુમિતે મંજુલાબેનની તૈયારી માટે નોકરી છોડી હતી.
તેઓએ તેમના બાળકોને સાચવવા માટે નોકરી છોડી હતી અને હાલમાં તેમના પત્નીએ આ પરીક્ષા પાસ કરી હતી. આમ તેઓ એટલા ખુશ થઇ ગયા અને પરિવારના લોકો પણ ખુશ થઇ ગયા હતા. આવી જ રીતે પતિના સાથ અને સહકારથી તેમની પત્નીએ સરકારી નોકરી મેળવી હતી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.