પડી ગયેલા ઘરમાં માતા અને દીકરો એકલા રહેતા હતા તે વાતની જાણ ખજુરભાઈને થઇ તો તરત જ ખજુરભાઈ આવી પહોંચ્યા અને પોતાના પરિવારની જેમ મદદ કરીને માનવતા મહેકાવી…. – GujjuKhabri

પડી ગયેલા ઘરમાં માતા અને દીકરો એકલા રહેતા હતા તે વાતની જાણ ખજુરભાઈને થઇ તો તરત જ ખજુરભાઈ આવી પહોંચ્યા અને પોતાના પરિવારની જેમ મદદ કરીને માનવતા મહેકાવી….

આપણે બધા લોકો આપણા દરિયાદિલી ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ગરીબ અને અનાથ લોકોને રહેવા માટે નવા ઘર બનાવી આપીને તેમને આશરો આપ્યો હતો, ખજુરભાઈ દરેક લોકો માટે આજે દેવદૂત બન્યા છે, ખજુરભાઈએ ઘણા દિન દુખીયાની મદદ કરીને તેમના મોઢે સ્મિત લાવવાનું કામ કર્યું છે.

તેથી દરેક લોકો ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે, ખજુરભાઈને જયારે પણ ખબર પડે કે આ વ્યક્તિ દુઃખી છે તો તરત જ ખજુરભાઈ તેમના મોટા ભાઈ કે દીકરો બનીને મદદ માટે પહોંચી જાય છે અને તેમની મદદ કરીને માનવતા મહેકાવતા હોય છે, હાલમાં ખજુરભાઈએ માંડવી તાલુકાના સરકુઇ ગામમાં રહેતા બાપ વગરના દીકરાની અને તેની માતાની મદદ માટે આવી પહોંચ્યા હતા.

ખજુરભાઈએ આ પરિવારની પરિસ્થિતિ જાણીને તેમને રહેવા માટે નવું ઘર બનાવી આપ્યું અને તેમની બધી જ જીવન જરુરીયાત વસ્તુઓ લાવી આપીને તેમના મોટા ભાઈ બનીને મદદ કરી હતી, દીકરાની ભણવાની બધી જ જવાબદારી પણ ખજુરભાઈએ સંભાળી હતી, ખજુરભાઈએ દીકરા સોમવેદને સ્કૂલ બેગ, કંપાસ, પાણીની બોટલ અને સ્ટેશનરી લાવી આપીને તેમની બધી જ જરૂરિયાતો પુરી કરી હતી.

ખજુરભાઈએ સોમવેદ અને તેની માતાને રહેવા માટે નવું ઘર બનાવી આપીને તેમના આખા જીવનનું પરિવર્તન કરી નાખ્યું હતું, ખજુરભાઈએ આ પરિવારના લોકોને કરી એવી મદદ કે સોમવેદની માતા તેમના આંસુ રોકી જ ના શક્યા ન હતા, ખજુરભાઈએ સોમવેદના પરિવારના લોકો સાથે મળીને ગૃહ પ્રવેશ કરીને પૂજા કરી હતી, આથી ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા દુખીયાઓના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે.