પગપાળા મા અંબાના દર્શન કરવા જઈ રહેલા યુવાનોની સામે આવી છેલ્લી તસ્વીરો,તેમના સાથે થયું એવું કે કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય….. – GujjuKhabri

પગપાળા મા અંબાના દર્શન કરવા જઈ રહેલા યુવાનોની સામે આવી છેલ્લી તસ્વીરો,તેમના સાથે થયું એવું કે કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય…..

માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને ઘણા એવા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે. હાલમાં ભાદરવી પૂનમ થોડા દિવસ પછી છે તો ભક્તો ચાલીને અંબાજી જઈ રહ્યા છે પણ ઘણી વખતે આ ભક્તોને પણ ચાલતી વખતે માર્ગ અકસ્માત નડતો હોય છે.

હાલમાં એક એવો જ દુઃખદ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હાલોલના અલાલી ગામના બે યુવકોની અંતિમ યાત્રા સાથે નીકળી હતી.પંચમહાલના હાલોલના અલાલી ગામેથી યાત્રા નીકળી હતી અને માલપુર પાસે એક ઇનોવા કારે આ યાત્રાળુઓને જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ ટક્કરમાં અલાલી ગામના બે યુવકોના મૃત્યુ થઇ ગયા હતા અને બીજા બે ગામોના ચાર યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જેવી જાણ પરિવારના અને ગામના લોકોને થઇ તો આખા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ.

આ ઘટના બન્યા પછી આખું ગામ ભેગું થઇ ગયું હતું, ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અલાલી ગામના બે યુવકોની અર્થી તૈયાર કરવામાં આવી હતી અને જ્યારે બંને યુવકોની અર્થી એક સાથે ઉઠી તો આખું ગામ શોકમગ્ન થઇ ગયું હતું. સાથે સાથે આખા ગામના લોકોની આંખોમાં આંસુ આવી રહ્યા હતા.

અલાલી ગામમાં અશ્રુભીની આંખે બધા જ લોકોએ બે યુવકોની અર્થીને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમયે બધા જ લોકો રડી રહ્યા હતા અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા સાથે બીજા ઘાયલ યુવકોનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.