નોકરે કહ્યું શેઠ તમે ચિંતા ન કરો શેઠાણીની હું ખુબ જ સારી રીતે સંભાળ રાખીશ, ખુશ પણ રાખીશ પણ પછી… – GujjuKhabri

નોકરે કહ્યું શેઠ તમે ચિંતા ન કરો શેઠાણીની હું ખુબ જ સારી રીતે સંભાળ રાખીશ, ખુશ પણ રાખીશ પણ પછી…

નોકરી કરતા કર્મચારીએ વેપારીની પત્ની વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતુ અને તેના પર બળાત્કાર પણ કર્યો હતો. જો કે આ સમયે તેણે વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો દેખાડીને તે પોતાની જ શેઠાણીને વારંવાર પરેશાન કરતો હતોપૈસાની પણ માંગણીઓ કરતા રહેતા હતા. જેથી કંટાળીને પરિણીતાએ પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુળ ભાવનગરના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા વેપારી પોતાનાં સમગ્ર પરિવાર અને પત્ની તથા બાળકો સાથે રહે છે. કાપડના વેપારીની દુકાનમાં સતીશ નાગજીભાઇ લાંગડિયા કામ કરતો હતો.

લાંબા સમયથી તે નોકરી કરતો હતો જેના કારણે માલિકના પરિવાર સાથે પણ ખુબ જ સારી ઓળખ હતી. જેથી વારંવાર તે શેઠના કામે પણ ઘરે આવતો જતો રહેતો હતો. શેઠને પણ ઘર જેવા સંબંધ હોવાથી ઘરે આવતો જતો રહેતો હતો. એક દિવસ શેઠના કામથી તે ઘરે ગયો હતો. દરમિયાન તેણે જોયું કે કાપડના વેપારી તેના શેઠ ઘરે નહોતા અને તેમની પત્ની કપડા બદલી રહી હતી.

જેથી સતીષની દાનત શેઠની પત્ની પર બગડી હતી. જેથી તે બહાર આવ્યા તે સાથે જ તેને પાછળથી પકડી લીધી હતી. વેપારીની પત્ની પણ કોઇ કારણોસર તેના તાબે થઇ ગઇ હતી. તેણે પહેલા તો શેઠની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતારી લીધો હતો. પછી આ વીડિયો અને તસ્વીરો દ્વારા શેઠની પત્નીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત વારંવાર તેના પર બળાત્કાર કરવા ઉપરાંત વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો રહેતો હતો. છેલ્લા છ મહિનામાં 7 લાખ કરતા વધારે રૂપિયા પણ પડાવ્યા હતા. જો કે આખરે કંટાળેલી મહિલાએ પોતાના પતિને સમગ્ર ઘટના અંગે વાત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે કેસ દાખલ કરીને તપાસ આદરી છે.