નેત્રંગનો આ પરિવાર રાત્રે હોટલમાં જમીને ઘરે પરત આવી રહ્યો હતો પણ રસ્તામાં થયું એવું કે એકસાથે આખો પરિવાર ઊજડી ગયો… – GujjuKhabri

નેત્રંગનો આ પરિવાર રાત્રે હોટલમાં જમીને ઘરે પરત આવી રહ્યો હતો પણ રસ્તામાં થયું એવું કે એકસાથે આખો પરિવાર ઊજડી ગયો…

રોજબરોજ માર્ગ અકસ્માતના બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ ભરૂચ જિલ્લાના નેત્રંગ રોડ પરથી સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ખાડાવાળા રોડના કારણે આખો પરિવાર એકસાથે મોતને ભેટી પડ્યો હતો.

રાતના સમયે પરિવારના લોકો ઘરે પરત આવી રહ્યા હતા તે સમય દરમિયાન રસ્તા પર આવેલા ખાડાથી બચીને પરિવારના લોકો જઈ રહ્યા હતા અને અચાનક જ બળદેવા ડેમની ખાડીમાં ખાબકી જતા ઘટનાસ્થળે જ કારમાં સવાર પતિ,

પત્ની અને ત્રણ વર્ષની દીકરીનું મૃત્યુ થઇ ગયું હતું, આ અકસ્માતમાં એકસાથે પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થઇ જવાથી આખા વિસ્તારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

આ ખાડીમાં પાણી વધારે હતું એટલે કારમાં સવાર ત્રણેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટનાની જાણ નેત્રંગ પોલીસને થઇ તો તરત જ પોલીસની ટિમ ઘટનાસ્થળે આવી ગઈ હતી, આ બનાવ અંગે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે વડિયા ગામમાં આવેલી દેવનારાયણ સોસાયટીમાં સંદીપકુમાર વસાવા, તેમની પત્ની યોગિતા અને ત્રણ વર્ષની દીકરી રહેતાં હતા.

યોગિતા નેત્રંગ તાલુકામાં તલાટી-કમ-મંત્રી તરીકે પોતાની ફરજ બજાવતી હતી, આ પરિવારના લોકો રાત્રે હોટલમાં જમીને ઘરે પરત આવી રહ્યા હતા અને અચાનક જ રમણપુરા બ્રિજ પર રસ્તો ખરાબ હોવાથી કાર બેકાબુ થઇ જતા કાર ડેમના પાણીમાં ખાબકી ગઈ

તો એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટના બન્યા બાદ આખું ગામ હીબકે ચઢ્યું હતું. ત્યારબાદ એકસાથે પિતા, માતા અને ત્રણ વર્ષની દીકરીની અંતિમ યાત્રા નીકળી તો તે દ્રશ્યો જોઈને દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.