નિર્દોષ દીકરીએ બીજાની બેદરકારીથી પોતાનો જીવ ગુમાવ્યો તો આખો પરિવાર આજે રડતા રડતા દીકરી માટે આવું કહી રહયા છે…
દિવસ દરમિયાન ઘણા બનાવો બનતા હોય છે અમુકવાર તો એવા એવા બનવો બનતા હોય છે કે જેમાં કોઈપણ ભૂલ વગર નિર્દોષ લોકોને પોતાનો જીવ ખોવો પડે છે. આવી જ એક ઘટના બેંગ્લુરુથી સામે આવી છે. જ્યાં બીજાની ભૂલના કરીને આ દીકરીએ પોતાનો જીવ ગુમાવી દીધો.
દીકરીનું નામ અખિલા છે. બેંગુરૂમાં અત્યારે ખુબજ વરસાદ પડી રહ્યો છે.જેના લીધે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ફળી વળતા લોકોની સામાન્ય જન જીવન ખોળવાયું છે.
અખિલા આવા વાતાવરણમાં પોતાના કોઈ કામ અર્થે ઘરથી બહાર નીકળી હતી. તે પોતાની સ્કૂટી પર હતી. ઘરે પાછા ફરતા સમયે તેને રસ્તા પર ખુબજ પાણી ભરેલું મળ્યું અને એવામાં સ્કૂટી ચલાવવી ખુબજ મુશ્કિલ પડી ગઈ હતી.
તો અખિલા પોતાની સ્કૂટી પરથી નીચે ઉતરી ગઈ અને ચાલતા ચાલતા જ તે સ્કૂટી લઈને ઘરે જવા લાગી હતી એવામાં એ એક વાતની બિલકુલ અજાણ હતી કે આગળ રસ્તા પર ખુલ્લો વાયર પડ્યો છે અને તેનાથી પાણીમાં કરંટ પ્રસરી ગયો છે. ભૂલથી અખિલાએ તે પાણીમાં પગ મૂકી દીધો અને કારણે લાગવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું.
આ ઘટનાથી આખા પરિવારમાં શોક ફળી વાર્યો તો આખો પરિવાર તરત જ ત્યાં પહોંચી ગયો અને પોતાની મૃત દીકરીને જોઈએ આખો પરિવાર ત્યાં જ રડી પડ્યો હતો. પરિવાર આરોપ લગાવી રહ્યો છે કે આજે પ્રસાશનની બેદરકારીના લીધે આજે અમે આમારી દીકરી ગુમાવી. આજે પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે.