નાસ્તાની દુકાનથી પરિવાર ચલાવતા વેપારીના ઘરમાં આગ લાગતા મહેનતથી ભેગા કરેલા લાખ રૂપિયા બરીને ખાખ થઈ ગયા તો… – GujjuKhabri

નાસ્તાની દુકાનથી પરિવાર ચલાવતા વેપારીના ઘરમાં આગ લાગતા મહેનતથી ભેગા કરેલા લાખ રૂપિયા બરીને ખાખ થઈ ગયા તો…

વાલિયા ગામમાં પાણીની ટાંકી પાસે આવેલ ખમણ નાસ્તાની દુકાન ચલાવતા વેપારીના ઘરે આગ લાગતા ઘરમાં દરેક વસ્તુ બરીને ખાખ થઈ ગઈ હતી.જેમના ઘરના સોટસર્કિટ થવાને કારણે ઘરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.જે ઘટનાને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી થોડીક જ વારમાં આગએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા.સાથે પાણીનો છંટકાવ કર્યો હતો આ ઘટનાની જાણ ગ્રામપંચાયતને થતા કર્મચારીઓ પાણીની ટેન્કર લઈને દોડી આવ્યા હતા અને આગને બુજાવાનો પ્રયાસ કર્યો હતો.

સત નસીબે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી પરંતુ ઘરમાં રહેલા રોકડા પાંચ લાખ રૂપિયા અને અન્ય સામાન બરીને ખાખ થઈ ગયો હતો.જે ખમણની દુકાન ચલાવતા વેપારીએ ઘરે જ પૈસા રાખ્યા હતા.

કારણ કે તેમને અન્ય વેપારીને પૈસા આપવાના હતા જયારે તેમના ઘરના બેડરૂમ માંથી ધુવારો આવતા તેમને ખબર પડી હતી કે કંઈક સળગે છે જયારે બેડરૂમમાં જઈને જોયું તો ભયંકર ધુવડો બહાર આવવા લાગ્યો હતો જેથી પરિવારના સભ્યો બહાર નીકરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ખમણની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા વેપારી જયારે આગમાં પૈસા બરીને ખાખ થઈ ગયા ત્યારે ખુબજ ભાવુક થઈ ગયા હતા કારણ કે મહેનત કરીને કમાયેલા પૈસા તેમને એક વેપારીને આપવાના હતા આજે તે વેપારી ખુબજ દુઃખી જોવા મળી રહ્યો છે.તે આગને ગામના લોકોએ પાણીનો છંટકાવ કરીને કંટ્રોલમાં લીધી હતી.