નાના બાળકોના માતા-પિતા ચેતીજજો,સુરતમાં 10 માહિનાનું બાળક ફુગ્ગો ગળી જતાં મોત,બિચારા માતા-પિતા રડી-રડીને….
સુરતથી દરેક વાલીઓ તેમજ વડીલોને ચેતવતો અને એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.માતા-પિતા તેમજ ઘરના દરેક સભ્યોને જરૂરી છે કે ઘરના માસુમ બાળકો ક્યાં અને કોની સાથે તેમજ કઈ વસ્તુઓથી રમતા હોય છે તેનું ધ્યાન રાખે.કારણ કે સુરતના કડોદરામાં 10 મહિનાના બાળકનું ફુટેલો ફુગ્ગો ગળી જતા મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટના જણાવીએ કે સુરતનાં કડોદરા ખાતે શિવસાંઈ સોસાયટીમાં રહેતા પરિવારમાં 10 મહિનાનું બાળક તેના અઢી વર્ષના ભાઈ સાથે ઘરમાં રમતું હતું.આ દરમિયાન તેણે રમતા રમતા મોઢામાં ફુગ્ગો નાખી દીધો હતો.જેનું રબર માસુમના ગળામાં ફસાઈ જતાં તે જોરજોરથી રડવા લાગ્યો હતો.જેથી બાળકનો શ્વાસ રૂંધાઇ જવા પામ્યો હતો.
આ દરમિયાન બાળકની માતા રસોઈ બનાવતી હતી તેને ઘટનાની જાણકારી થતા 108 મારફતે બાળકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યુ હતું.જો કે સિવિલ હોસ્પિટલના તબીબો સારવાર કરે તે પહેલા બાળકનું મૃત્યું થયું હતુ.તમને જણાવીએ કે 10 મહિનાના બાળકને ભાઈ સાથે રમતો જોઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી.
ત્યાં તો થોડી જ વારમાં 10 માસનું બાળક જોર જોરથી રડવા લાગ્યું.જેથી માતા દોડીને પોતાના દીકરા પાસે આવી.જ્યાં અઢી વર્ષના બાળકે માતાને જણાવ્યું કે નાનો ભાઈ ફુગ્ગો ગળી ગયો છે.જેથી માતાએ ફિગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો.પરંતુ એ નીકળ્યો નહીં.જેથી તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો.બાળકના મોતના સમાચાર મળતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. તો 7 માસના બાળકના વિલાપમાં માતાના આક્રંદથી સિવિલ પરિસર ધ્રુજી ઉઠ્યું હતું.